શ્રીમદ વલ્લભાચાર્યજીના શ્રી મહાપ્રભુજીના પ્રાકટય મહોત્સવ નિમિતે જ્ઞાતિરત્ન પરિમલભાઇ તથા ધનરાજભાઇ નથવાણીનું કરાયું સન્માન
વૈષ્ણવોના પૂજનીય શ્રી વલ્લભાચાર્યજીના મહોતસવ નિીમતે શનિવારે સાંજે ખંભાળિયામાં વિઠલાણી પરિવાર દ્વારા સમુહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી પરિમલભાઇ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદ, સન્માન સહિતના આ આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેલા પરિમલભાઇ નથવાણીએ લોકોને સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
વલ્લભાચાર્ય પ્રભુચરણના 547માં પ્રાગટય મહોતસવની .જવણીના ભાગપે ખંભાળીયાના રઘુવંશી ઉદ્યોગપતિ કમલેશભાઇ કાંતિલાલ વિઠલાણી પરિવાર દ્વારા ગત સાંજે અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના ભાઇઓ બહેનોના સમુહ પ્રસાદ (ફરાળી નાત) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, સદગૃહસથો સામેલ થયા હતા. આ પ્રસંગે ખંભાળિયાના મૂળ વતની તથા રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી તેમજ તેમના સુપુત્ર રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક આયોજનમાં સમુહ પ્રસાદ સાથે યોજવામાં આવેલા સન્માન સમારોહમાં રઘુવંશી જ્ઞાતિના ગૌરવ સમાન તેમજ ખંભાળીયાના મૂળ વતની પરિમલભાઇ નથવાણી તથા ધનરાજભાઇ નથવાણીનું આ કાર્યક્રમના મુખય આયોજનક કમલેશભાઇ વિઠલાણી સહિતના જ્ઞાતિ આગેવાનો તેમજ સેવાકુંજ હવેલીના પૂ. માધવી વહુજીએ વિશિષ્ટ સન્માન કર્યું હતું.
આ આયોજન દરમ્યાન વકતવ્ય આપતા પરમલભાઇ નથવાણીએ કમલેશભાઇ વિઠલાણી સાથે તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યકત કર્યો હતો. એટલું જ નહીં આગામી મંગળવાર તા.7મીના રોજ યોજવામાં આવેલા લોકશાહીના મહાપર્વ ઓકસભાની ચુંટણીના મતદાનમાં તમામ જ્ઞાતિજનો વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી અને સો ટકા મતદાન કરે તથા કરાવે તેવી નમ્ર વિનંતી કરી હતી. હાલ મજબૂત અને સક્ષમ નેતાગીરી સમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના સક્રિય ઉમેદવાર પુનમબેન માડમ તરફી મતદાન કરવા તેમના દ્વારા લોકોને અનુરોધ કરાયો હતો.
આ ધાર્મિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ માટે આયોજનકો તેમજ લોહાણા મહાજન ટ્રસ્ટ અને જ્ઞાતિના આગેવાનો કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. રઘુવંશી જ્ઞાતિજનોએ એક સાથે ફરાળી નાતમાં સહભાગી થઇ અને જ્ઞાતિ એકતાના દર્શન કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech