શહેરના સામાકાંઠા વિસ્તારમાં કનકનગર શેરી નંબર 9 માં મકાનમાં આવેલી કુરિયર પેઢીની ઓફિસમાંથી રૂપિયા 1.77 લાખની રોકડની ચોરીમાં પોલીસે મૂળ બાબરા પંથકના વતની અને હાલ કુબલીયાપરા વિસ્તારમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ તમામ રોકડ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કનકનગર શેરી નંબર 9 મુરલીધર સ્કૂલની પાછળ આવેલા મકાનમાં આઈ સ્પીડ નામની કુરિયરની ઓફિસમાંથી ત્રણ દિવસ પૂર્વે રૂ.1.77 લાખની રોકડની ચોરી થઈ હતી. જે અંગે હર્ષદ પડીયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ થોરળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ સી.વી. ચુડાસમા તથા તેમની ટીમ તપાસ હાથ ધરી હતી દરમિયાન એએસઆઈ રાજેશભાઈ મેર, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર અને હસમુખભાઈ નીનામાને મળેલી બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં પોલીસે બાપાસીતારામનગર મેઇન રોડ બાવાજીના સ્મશાનની સામે બાવળની જાળી પાસેથી શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખ્સની પૂછતાછ કરતા તેનું નામ વિપુલ વલ્લભભાઈ કાવેઠીયા (ઉ.વ 27 રહે. કુબલીયાપરા શેરી નંબર 5, રાજકોટ, મૂળ ગલકોટડી તા. બાબરા) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આરોપીની અંગ જડતી લેતા તેની પાસેથી ચોરી કરેલ રોકડ રૂપિયા 1.77 લાખ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ રોકડ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અગાઉ ગાંધીધામ રેલવે પોલીસ તથા જૂનાગઢમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોય અહીં આંટાફેરા કરતો હતો
દરમિયાન તક મળતા તેણે આ રોકડ રકમ ચોરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
રિક્ષા ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
ક્રાઇમ બ્રાંચના એએસઆઇ સી.અમે.ચાવડા, બી.જે.જાડેજા તથા કોન્સ. ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલી રિક્ષા ચોરી ફરિયાદમાં નાસતા ફરતા આરોપી મુકેશ ગોવિંદભાઇ પટ્ટણી(ઉ.વ 30 રહે.છત્રપતિ શીવાજી ટાઉનશીપ બ્લોક નં.બી/ 402 રાજકોટ મુળ ગુડાસણ તા. કડી) ને ઝડપી લીધો હતો.આરોપીએ ગત તા.8/7 ના 1.20 લાખની કિંમતની રિક્ષા ચોરી કરી સહ આરોપીને વેચી નાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech