શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશની લગામ મુહમ્મદ યુનુસના હાથમાં છે. મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે વચગાળાની સરકાર થોડા દિવસો માટે રહેશે, દેશમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાશે જે પછી ચૂંટાયેલી સરકાર સત્તા સંભાળશે. તાજેતરના નિવેદનોથી લોકોને એમ પણ લાગી રહ્યું હતું કે શક્ય છે કે મુહમ્મદ યુનુસ સત્તા છોડે નહીં. હાલમાં આર્મી ચીફના નિવેદને તમામ પ્રકારની આશંકાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. આર્મી ચીફે સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશમાં દોઢ વર્ષ સુધી મુહમ્મદ યુનુસની સરકાર રહેશે ત્યારબાદ નવી ચુંટણી યોજાશે.
બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને રોઇટર્સને તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મોહમ્મદ યુનુસ આગામી દોઢ વર્ષ સુધી સત્તામાં રહેશે. દરમિયાન ચૂંટણી થશે અને નવી સરકાર બનશે. આ પહેલીવાર છે જ્યારે આર્મી ચીફે વચગાળાની સરકારને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા જલ્દી શરૂ કરવા માંગીએ છીએ. હાલમાં જ બાંગ્લાદેશની સરકારે સેનાને મેજિસ્ટ્રેટની સત્તા આપી છે, જેના પછી એવી આશંકા હતી કે કદાચ હવે દેશની સત્તા સેનાના હાથમાં રહેશે અને બંને સાથે મળીને સરકાર ચલાવશે.
આર્મી ચીફે કહ્યું કે જ્યાં સુધી વચગાળાની સરકાર છે ત્યાં સુધી સેના તેની પાછળ કામ કરશે. જ્યાં સુધી મુહમ્મદ યુનુસ દેશમાં ચાલી રહેલા સુધારાને પૂર્ણ નહીં કરે ત્યાં સુધી આ ચાલુ રહેશે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર હાલમાં પોલીસ, ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, વહીવટ અને નાણાકીય સંસ્થાઓમાં ફેરફારો કરી રહી છે. વચગાળાની સરકાર પણ બંધારણ બદલવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન આર્મી ચીફે કહ્યું કે તેઓ હંમેશા વચગાળાની સરકારની સાથે ઉભા રહેશે, ભલે ગમે તે પરિસ્થિતિ હોય.
બાંગ્લાદેશમાં આર્મી ચીફના આ નિવેદનો બાદ શેખ હસીનાની સાથે જેલમાંથી બહાર આવેલી ખાલિદા ઝિયાના સપ્ના પણ રોળાઈ રહ્યા છે. ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપી દેશમાં તાત્કાલિક ચૂંટણીની માંગ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech