ભાવનગરના રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ચેકીંગમાં રહેલ એસઓજીએ પાટણ જિલ્લાના વાગડોદ ગામેથી ગુમ થયેલા યુવાનને શોધી તેના વાલી-વારસને સોંપ્યો હતો.
એસ.ઓ.જી. શાખાના ઇ.ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા અને જે.ડી.બારોટ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હેડ કોન્સ મહિપાલસિંહ ગોહિલ સહિત એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ સાથે રેલ્વે સ્ટેશન ખાતે ચેકીંગ કાર્યવાહી કરતા હતા ત્યારે પાટણ જીલ્લાના વાગડોદ પોલીસ મથકમાં ગુમ થયા અંગે જાણવા જોગ નં. ૦૬/૨૦૨૫થી નોંધાયેલા ફરિયાદ ગુમ થયેલ યુવાન રોહિતજી ભાઇચંદજી બળવતજી ઠાકોર (ઉ.વ. ૧૯ રહે. ભાટસણ તા.સરસ્વતી જી.પાટણ) મળી આવતા તેને પ્રથમ નિલમબાગ પોલીસ મથક ખાતે લાવી જરૂરી કાનૂની કાર્યવાહી કરી યુવાનને તેના વાલી વારસને સોપી આપ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈં.ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા,પો. ઇન્સ. જે.ડી.બારોટ,હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,ધર્મરાજસિંહ જાડેજા પાર્થભાઇ ધોળકીયા તેમજ મીનાજભાઇ ગોરી સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech