બાંધકામ સાઈટ ઉપરથી પડી જવાથી તેમજ વીજશોક લાગવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે એમ છતાં કોન્ટ્રાકટરો, બિલ્ડરો સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી આ જોતા શ્રમિકોના મોતની કોઈ જાણે કિંમત જ ન હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે પંચનાથ પાસે આવેલા જૈન ઉપાશ્રયમાં બીજા માળે લિફ્ટનું કામ કરતા યુવકને વીજશોક લાગતા નીચે પટકાવાથી મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક શ્રમિકનું વીજશોક લાગવાથી મોત નીપજ્યું છે.
કણકોટ ગામે રામનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ સોરઠિયાની વાડીએ મકાનના સ્લેબનું કામ ચાલુ હોય ત્યારે સેન્ટિંગનું કામ કરતી વખતે લોખંડનો સળિયો ઉપરથી જતી પીજીવીસીએલની વીજ લાઈનને અડી જતા શોર્ટ લાગવાથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકનો જીવ બચી શક્યો ન હતો.
મૂળ ઓડિસાનો અને વગડ ચોકડી પાસે સાથી શ્રમિકો સાથે ઝૂંપડું બાંધીને રહેતો તુમેશ્વર સન્યાસી કુરુઆ (ઉ.વ.23)નો યુવક આજે સવારે કોન્ટ્રાકટ મહેશભાઈ અને અન્ય શ્રમિકો સાથે કણકોટ ગામે રામનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ સોરઠિયાની વાડીએ મકાનના સ્લેબનું કામ ચાલતું હોવાથી સેન્ટિગ કામની મજૂરીએ ગયો હતો દરમિયાન સળિયા બાંધતી વખતે ઉપરથી જતી જીવંત વીજલાઇનને સળિયો અડી જતા જોરદાર વીજકરંટ લાગવાથી પટકાયો હતો. બનાવથી કામ કરતા શ્રમિકો, કોન્ટ્રાકટર દોડી જઈ તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ છે અને અહીં એકલો રહેતો હતો. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech