શહેરમાં આપઘાતના બનાવો રોજ બેરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, શહેરના રૈયારોડ પર આવેલા ત્રિલોક પાર્ક પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી મચી જવા પામી છે. માતા-પિતા બહારગામ ગયા હતા પરત ઘરે આવી જોતા પુત્ર લટકતો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર ત્રિલોક પાર્કમાં આવાસ ક્વાર્ટરમાં રહેતો રવિ કનુભાઈ રાઠોડ (ઉ.વ.21)નો યુવક સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે હતો ત્યારે પંખાના હૂંકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. માતા-પિતા બહાર ગામ ગયા હતા ઘરે પરત આવતા રૂમનો દરવાજો ખોલીને જોતા પુત્રને લટકતી હાલતમાં જોઈ હતપ્રભ બની ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના રહેવાસીઓ દોડી આવી 108ને જાણ કરતા ઇએમટીએ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવક ખાનગી કોલેજમાં ઇલેક્ટ્રિક મેઇન્ટેનન્સનું કામ કરતો હતો. રવિવારે આખો દિવસ કોલેજમાં ઇલેક્ટ્રિકનું કામ કર્યા બાદ ઘરે આવીને પગલું ભરી લીધું હતું. બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં શોક છવાયો છે. યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયના પેપરમાં ૯૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
March 17, 2025 05:57 PM'ગાંધારી' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, આંખો પર પટ્ટી બાંધીને બાળકો સાથે રમતી જોવા મળી તાપસી પન્નુ
March 17, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech