હાદશો કા શહેર ગોંડલમાં આજે વહેલી સવારે એસટી બસ સ્ટેશન ચોકમાં પાન, ઠંડા પીણાના ધંધાર્થી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની ઘટનાથી ગોંડલમાં ભારે હલચલ મચી જવા પામી છે. હત્યાના પગલે ટોળાં ઉમટયા હતા. બનાવ બાદ દોડેલી પોલીસે હત્યામાં આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ઘટનાની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી માહિતી મુજબ ગોંડલના ગોકુળિયાપરામાં રહેતા સાગર મેવાડા ઉ.વ.૨૮ નામના યુવકને આજે સવારે સાત વાગ્યાના અરસામાં છરીના ઘા ઝીંકી દેવાતા ગંભીર હાલતમાં સાગરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગળા તથા છાતીના ઉપરના ભાગે છરીના ઉંડા ઘા થયા હોવાથી પુષ્કળ લોહી વહી જતાં યુવકનું મૃત્યુ નીપજયું હતું.
બનાવના પગલે યુવકના સગા–સંબંધીઓ પરિચિતો ઉમટી પડયા હતા અને ટોળામાં ભારે આક્રોશ છવાયો હતો. બી ડિવિઝન પોલીસનો કાફલો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. હત્યાની ઘટનાની વિગતો મેળવી તાત્કાલિક એકાદ શખસને સકંજામાં લીધો હતો અને અન્ય કોની સંડોવણી સહિતની બાબતે પૂછતાછ આરંભી છે.
યુવક એસટી બસ સ્ટેશન ચોકમાં ક્રિષ્ના સોડા શોપ નામે ઠંડાપીણા પાનની દુકાન ધરાવે છે. રોજ વહેલી સવારે પાંચેક વાગ્યા બાદ દુકાન ખુલી જાય છે. આજે પણ રાબેતા મુજબ સાગર વહેલી સવારે આવી દુકાન ખોલીને બેઠો હતો. સાતેક વાગ્યા બાદ આરોપીએ ધસી આવી ઝઘડો કરીને ગળા તથા છાતીના ઉપરના ભાગે છરીના તિક્ષણ હથિયારના ખચાખચ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાગરે મિનિટોમાં જીવ ગુમાવ્યો હતો.
હત્યા પાછળ જૂની કોઈ અદાવત કે ઝઘડો ચાલ્યો આવતો હોય અને જેનો ખાર રાકીને આજે સામાવાળા પક્ષે ક્રુરતા આચરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech