પોરબંદરમાં યુવાને દા પકડાવ્યો હોવાની શંકા રાખીને માર મારવામાં આવતા પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.
પોરબંદરમાં યુવાન પર ત્રણ શખ્સો દ્વારા છરી અને પ્લાસ્ટિક ના પાઈપ વડે હુમલો થતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાયો છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
પોરબંદરના એ.સી.સી. રોડ પર રહેતા સાગર જેન્તીભાઈ વિસાવાડીયા (ઉ.વ૩૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે તા.૬ ના રાત્રે દશેક વાગ્યે ઘર પાસે બેઠો હતો ત્યારે છાંયા બાલવી પાન સામે રહેતા નીલેષ ઉર્ફે હનુમાન મુકેશ રાઠોડે ફોન કરી તુ મારા મીત્ર વિજય ભટ્ટને તને અવારનવાર દારૂમાં પકડાવેલ છે. તેમ કહી તેને ગાળો શું કામ આપે છેતેમ કહેતા સાગરે એવું જણાવ્યું હતું કે વિજયે બે વર્ષ પૂર્વે તેને દા માં પકડાવ્યો હોવાથી તેની સાથે માથાકૂટ ચાલે છે જેમાં તારે વચ્ચે પડવાની જરી નથી આથી નીલેશે તેને એસ.એસ.સી ગ્રાઉન્ડમાં બોલાવતા તે ત્યાં ગયો હતો ત્યાં નીલેશે તેને ગાળો કાઢી હતી.
તેથી સાગરે ગાળો બોલવાની ના પાડતા નિલેશે ઢીકા પાટુનો માર માર્યો હતો તે દરમ્યાન નીલેષ નો મીત્ર વિજય જયંતીલાલ ભટ્ટ (રહે.-ગ્રીન પાર્ક છાંયા) તથા વિજય નો ભાઇ લાલો પણ ત્યાં આવી ને જેમફાવે તેમ ગાળો દઈ લાલાએ પ્લાસ્ટિકનાં પાઇપથી હુમલો કર્યો હતો અને નિલેષ ઉર્ફે હનુમાને નેફા માંથી છરી કાઢી છાતી ની નીચે જમણા ભાગે તથા સાથળમા બે ઘા માર્યા હતા આથી ઈજાગ્રસ્ત સાગર ને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડ્યા બાદ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech