શહેરના મોરબી રોડ, જૂના જકાતનાકા પાસે જય જવાન જય કિસાન સોસાયટી–૩માં છેલ્લા ત્રણ મહિનાથી પુત્રી સાથે માવતરે રહેતી પૂજા નામની ૨૨ વર્ષની સગર્ભાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાજાપરા ભીચરી ગામે રહેતા પતિ મહિપત રમેશભાઇ સોલંકી, સસરા રમેશભાઇ બાબુભાઇ સોલંકી, સાસુ જયાબેન, નણદં શીતલનું નામ આપ્યું છે.
પરિણીતાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિપત સાથે તેના લ ૨૦૧૭ના થયા છે.સંતાનમાં દોઢ વર્ષની દીકરી છે અને હાલ છ મહિનાથી પોતે સગર્ભા છે. લના એક મહિના બાદ જ પતિએ તું મને ગમતી નથી, તું બાઠકી છો કહી ઝઘડો કરી ત્રાસ આપતા હતા.
લના બે વર્ષ પછી પણ પોતાને સંતાન નહિ થતા પતિ પોતાને વાંઝણી કહી ટોણાં મારી ઝઘડો કરીને કાઢી મૂકી હતી. ત્યારે ઓપરેશનની વાત આવતા પતિને વાત કરતા તેને દવાખાનાનો ખર્ચ પોતે નહિ આપે તેમ કહી ઝઘડો કરી ફોન કટ કરી નાંખ્યો હતો અને બે મહિના પછી સાસરિયાઓ સમાધાન કરી પોતાને પિયરથી સાસરે લઇ ગયા હતા. સાસરે જતા સાસુ પતિને ચડામણી કરી તારી પત્ની અપશુકનીયાળ છે આને ઘરમાંથી કાઢી મૂક, સારા પગલાંની નથી તેમ કહી ઝઘડો કરાવતા રહેતા હતા.તા ૨૮૫૨૦૨૨ના પરિણીતાએ દીકરીને જન્મ આપતા પતિ અને સાસુ હોસ્પિટલે આવી જોર જોરથી રડવા લાગ્યા હતાં.અને બાદમાં પરિણીતાને સારી રીતે સાચવતા ન હતાં.
પરિણીતાએ વધુમાં જણાવ્યું છે કે,સસરા હાથ ઉપડતા હતા અને નણદં શીતલ જે અપરણિત છે તે સાથે રહેતી હોય તે પણ નાની વાતે ઝઘડા કરી ત્રાસ આપતી હતી.જેથી કંટાળી જઇ પરિણીતા તેની દીકરીને લઇ માવતરના ઘરે ચાલી આવી હતી.અને ત્રણ માસથી અહીં રહે છે.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech