વીરપુરમાં દેવપરા વિસ્તારમાં રહેતા નરેશ રમેશભાઇ બુંધેલીયા(ઉ.વ ૩૪) નામના યુવાને વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગીરથ ઉર્ફે ભગી ખાચર અને બાબુ રાવળ(રહે. બંને દેવપરા,વીરપુર) ના નામ આપ્યા છે. આરોપી ભગીએ બાબુને રૂ.૪ હજાર આપી યુવાનનું ઘર સળગાવવા કહેતા આરોપી બાબુએ ડીઝલ લઇ યુવાનના ઘરમાં રાત્રીના મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી ડીઝલ છાંટી આગ ચાંપી દીધી હતી.જોકે સદનસીબે યુવાનને કોઇ ઇજા પહોંચી ન હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,યુવાન આરોપી ભગીના ભત્રીજાની પત્ની સાથે ફોનમાં વાત કરતો હોય જે વાતની જાણ પરિવારને થઇ જતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.બાદમાં વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી.બીજી તરફ યુવાન પણ અ માથકૂટ થયા બાદ વડોદરા ચાલ્યો ગયો હતો.દશેક દિવસ પૂર્વે તે પરત વીરપુર ફરતા ફરી બબાલ થઇ હતી.જેમાં આરોપીએ તેના ઘરને સળગાવી નાખવા માટે અન્ય શખસની મદદ લઇ આ કૃત્ય આચર્યું હતું.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech