ગોંડલનાં રીબડા ફાટક પાસે ધસમસતી પસાર થઇ રહેલી ટ્રેન હેઠળ મોટાદેવળીયાનાં યુવાને પડતુ મુકી આત્મહત્યા કરી હતી.મૃતક યુવાન પરીવાર નો એકનો એક પુત્ર અને આધારસ્તભં હતો.આઠ મહીના પહેલા તેની સગાઇ થઇ હતી.અને દિવાળી એ લગ્ન લેવાનાં હતા. મૃતક રાજકોટ કારખાનામાં નોકરી કરતો હતો.આશાસ્પદ યુવાન નાં અકાળે મોત થી પરીવાર શોકમ બન્યો હતો. અને કલ્પાંત છવાયુ હતુ.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બપોર નાં એક વાગ્યાનાં સુમારે જબલપુર થી સોમનાથ જઇ રહેલી ૧૧૪૬૪ નંબરની ટ્રેન રીબડા સ્ટેશને ક્રોસીંગ કરી ગોંડલ તરફ આગળ ધપી રહી હતી ત્યારે રીબડા ફાટક પાસે બાબરા તાલુકા નાં મોટા દેવળીયા રહેતા જયેશભાઈ કાંતિભાઈ સોરઠીયા ઉ.૨૨ એ ટ્રેન નીચે પડતુ મુકતા તેનુ કમકમાટીભર્યુ મોત નિપયુ હતુ. બનાવ અંગે ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટને જાણ થતા ટ્રસ્ટનાં જયભાઈ માધડએમ્બ્યુલન્સ લઇ દોડી જઇ મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડો હતો. મૃતકનાં પરીવારમાં માતા પિતા અને એક બહેન છે. પોતે એકમાત્ર પુત્ર હતો. બનાવની કણતા એ કહેવાય કે જયેશભાઈની સગાઇ આઠ માસ પહેલા થઇ હતી. અને દિવાળી બાદ લગ્ન હતા. પરંતુ એ પહેલાજ જયેશભાઈ એ કોઇ અગમ્ય કારણોસર જયેશભાઈ એ ટ્રેન હેઠળ પડતુ મુકી જીવનનો અતં આણતા પરીવાર માથે આભ ફાટયા જેવી સ્થિતી સર્જાઈ હતી.
મૃતક જયેશભાઈ રાજકોટ સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતો હતો.બપોરે કારખાનાં ખુશાલભાઇ સોરઠીયાને જમીને આવુ તેવુ કહી બાઇક લઇ રીબડા પંહોચ્યો હતો.અને બાઇક અરડોઇ જવાનાં રસ્તે રાખી ટ્રેન હેઠળ પડતુ મુકયુ હતુ. બનાવ ની જાણ ગોંડલ તાલુકા પોલીસ ને થતા પીએસઆઇ આર.આર.સોલંકી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ બાઇક કબ્જે કરી તપાસ હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech