શહેરના વિઆઈપીના ડેલામાં અલંગના સ્કેપનો વેપાર કરતા વેપારીને ’તારે અહીંયા રહેવુ હોય તો પૈસા આપવા જ પડશે’ તેમ કહી ધમકી આપતા શખસ સામે ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી કુંભારવાડાના શખસની ધરપકડ કરી લીધી હતી.
શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા સ્ટાર રેસીડેન્સીમાં રહેતા અને વિઆઈપીમાં શૈરાની ટ્રેડર્શ નામે અલંગના સ્ક્રેપનો વેપાર કરતા યકીનભાઈ યાકુબભાઈ કલુડીએ બોરતળાવ પોલીસ મથકમાં જુબેર ઉર્ફે પપ્પુ પઠાણ (રે. કુંભારવાડા, ભાવનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શકસે તેઓના ડેલે આવી ’તારે અહીંયા રહેવું હોય તો તારે મને પૈસા આપવા જ પડશે’, નહી આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અપશબ્દો કહ્યા હતા. આ,મામલે બોરતળાવ પોલીસે શખસ સામે ખંડણી સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીને ગુનાના કામે કુંભારવાડાના પપ્પુ ઉર્ફે જુબેર પઠાણની ધરપકડ કરી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં 550 કરોડના ખર્ચે બનતી સરકારી મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ લીધી મુલાકાત
April 21, 2025 10:01 AMઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસિંહજી હોસ્પિટલની લીધી મુલાકાત
April 21, 2025 09:53 AMરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech