અનામત વિરોધી હિંસક દેખાવો બાદ શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દેશ છોડતા પહેલા હસીના રાષ્ટ્રને સંબોધન કરવા માંગતી હતી પરંતુ તેની સુરક્ષા ટીમે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. મહત્વનું છે કે દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે.
બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક દેખાવો બાદ શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ પૂર્વ પીએમ હવે સલામત સ્થળે ચાલ્યા ગયા છે. આ પહેલા સેનાએ શેખ હસીનાને રાજીનામું આપવા માટે માત્ર 45 મિનિટનો સમય આપ્યો હતો, ત્યારબાદ તેણે ઉતાવળે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને સોંપ્યું હતું.
દેખાવકારોએ હસીનાના સત્તાવાર આવાસમાં ઘુસ્યા
શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી હજારો વિરોધીઓએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણા વિરોધીઓ તેમના ઘરેથી મોંઘી ભેટ અને વિવિધ વસ્તુઓ લઈને જતા જોવા મળી રહ્યા છે.
દેશને સંબોધન કરવા માંગતા હતા
ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે શેખ હસીના દેશ છોડતા પહેલા રાષ્ટ્રને સંબોધિત કરવા માંગતી હતી, પરંતુ તેમની સુરક્ષા ટીમે આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.
વચગાળાની સરકાર દેશને ચલાવશેઃ આર્મી ચીફ
શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ઘેરા રાજકીય સંકટ પર આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ વોકર-ઉઝ-ઝમાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હવે માત્ર વચગાળાની સરકાર જ દેશ ચલાવશે. તેમણે કહ્યું કે શેખ હસીનાના રાજીનામા બાદ એક બેઠક યોજાઈ હતી જેમાં સેના સાથે ચર્ચામાં મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
હિંસક વિરોધ પ્રદર્શનમાં 300 થી વધુ લોકોના થયા મોત
દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. ગયા મહિનાના અંતમાં શરૂ થયેલો વિરોધ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ થયું હતું. રવિવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની ઘર્ષણમાં 100 લોકો માર્યા ગયા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ ગેટ્સ સામે ભારતીય મૂળની મહિલા એન્જિનિયરનો ગાઝા હત્યાકાંડ પર વિરોધ
April 07, 2025 03:32 PMટીપી રોડને અડચણપ દબાણોનો થયો સફાયો
April 07, 2025 03:31 PMવિદ્યાનગરમાં આવેલા ગેરેજમાં ભભૂકેલી આગ એક્ટિવા અને બાઈક બન્યા ખાક
April 07, 2025 03:30 PMગારીયાધારના પીઆઈ અને ૩ કોન્સ્ટેબલ સામે વહીવટ કર્યાની પોલીસવડાને રાવ
April 07, 2025 03:28 PMમોદી અને યુનુસની બેંગકોક મુલાકાત વિશે બાંગ્લાદેશે ખોટી વાતો ફેલાવવાની શરુ કરી
April 07, 2025 03:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech