ક્રિકેટ પ્રેઝેન્ટર યેશા સાગર આ દિવસોમાં ચર્ચામાં છે. યેશા હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું એન્કરિંગ કરી રહી છે. તેની સુંદરતાની ચર્ચાઓ જોરમાં છે. ભારતીય અભિનેત્રીઓને બોલ્ડનેસમાં માત આપનાર યેશા કોણ છે તે લોકો જાણવા માંગે છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
બાંગ્લાદેશમાં આ દિવસોમાં ક્રિકેટ ફીવર છે. કારણ કે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત વિશ્વભરના પ્રખ્યાત ક્રિકેટરો રમી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક મહિલા પ્રેઝેન્ટર વિશે ચર્ચા જોરમાં છે. જે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી રહી છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જે મહિલા એન્કરની ચર્ચા થઈ રહી છે તેનું નામ યેશા સાગર છે. જે પોતાની સુંદરતાથી ભારતીય અભિનેત્રીઓને માત આપી રહી છે.
યેશા સાગરનો જન્મ 14 સપ્ટેમ્બર 1995 ના રોજ લુધિયાણા, પંજાબમાં થયો હતો. તે વ્યવસાયે એક અભિનેત્રી અને કેનેડિયન મોડેલ પણ છે.
યેશા સાગર હાલમાં કેનેડાના ટોરોન્ટોમાં રહે છે. તેણે ભારતમાંથી બેચલર ડિગ્રી પૂરી કરી છે. તે 2015માં ટોરોન્ટો રહેવા ગઈ હતી. જ્યાં તેને સ્ટડી દરમિયાન તેમના એક ક્લાસમેટે તેને પહેલીવાર મ્યુઝિક વીડિયોમાં કામ કરવાનો ચાન્સ આપ્યો હતો.
યેશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના ચાહકોની લાંબી લિસ્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.
યેશાએ મ્યૂઝિકની દુનિયામાં પણ પોતાની બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે. તે "જમાને", "ફેબ બોય", "તેરી યાદ" અને "અફઘાની અફીણ" જેવા પંજાબી ગીતોમાં જોવા મળી છે.
તેણે હર્ષ બેનીવાલ, ગિપ્પી ગ્રેવાલ અને પ્રેમ ધિલ્લોન સાથે પંજાબી આલ્બમ્સમાં કામ કર્યું છે. તે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. વેસ્ટર્ન કે ઈન્ડિયન, આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech