આગામી તારીખ 20 સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે અને ભેજવાળું વાતાવરણ રહેશે. આ પ્રકારના વાતાવરણના કારણે બેચેની અને અકળામણનો અનુભવ લોકોને થશે. હવામાન વિભાગે આ સંદર્ભે દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા થોડા દિવસોથી ગરમીના પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય પરંતુ અમુક જગ્યાએ બે થી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધશે તેવી ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ વિદર્ભ તેલંગાણા અને કર્ણાટકમાં ગરમી માટેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને આ સિસ્ટમમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થતી હોવાથી મધ્ય ભારતમાં આગામી તારીખ 20 થી 23 સુધી વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન તમામ જગ્યાએ 40 ડિગ્રી થી નીચે આવી ગયું છે. એકમાત્ર કંડલામાં રવિવારે મહત્તમ તાપમાન 41.7 ડીગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 37.8 ભાવનગરમાં 35.7 ભુજમાં 36.1 દ્વારકામાં 30.1 જામનગરમાં 33.6 નલિયામાં 35.2 ઓખામાં 30.2 પોરબંદરમાં 35 રાજકોટમાં 37.9 અને વેરાવળમાં 33.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81% અને રાજકોટમાં 69% નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના અનેક રાજ્યોમાં હિટ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે. તો અમુક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ આગામી તારીખ 19 ના રોજ હિમાલયન રિજીયનને અને ઉત્તર પ્રદેશ તથા હરિયાણાને અસર કરે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી હંગામી એસટી ડેપો શરૂ
March 17, 2025 01:47 PM6 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર જામનગરના નવીન એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
March 17, 2025 01:07 PMજામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગની ઘટના
March 17, 2025 01:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech