ઈલોન મસ્કે ઓપનએઆઈ ખરીદવાની ઓફર કરી હતી અને તે સમયના ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને આ ઓફર નકારી કાઢી હતી, ત્યારબાદ બંને વચ્ચે ઓનલાઈન પ્લેટફોર્મ પર સંઘર્ષ શ થયો હતો. હવે એલોન મસ્ક તેમનું નવીનતમ એઆઈ વર્ઝન ગ્રોક ૩ રજૂ કરવા જઈ રહ્યા છે. આ લોન્ચ આજે થશે. આ પ્લેટફોર્મ ડીપસીક અને ચેટજીપીટી સાથે સ્પર્ધા કરશે.
આજે, ભારત સહિત વિશ્વના ઘણા લોકો 'સૌથી સ્માર્ટ એઆઈ' જોઈ શકે છે, જેનો દાવો બીજા કોઈએ નહીં પણ વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલોન મસ્ક દ્રારા કરવામાં આવ્યો છે. તેમણે એકસ પ્લેટફોર્મ પર દાવો કયર્ેા હતો કે તેઓ આજે વિશ્વની સૌથી ઝડપી ગ્રોક ૩ એઆઈ લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઈલોન મસ્કની પોસ્ટ મુજબ, ગ્રોક ૩ યુએસ સમય અનુસાર ડેમો સાથે રિલીઝ થશે. ભારતીય સમય મુજબ, આ લોન્ચ આજે સવારે થશે.
એલોન મસ્ક દ્રારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે યારે અન્ય ખેલાડીઓ સાથે તેમનો સંઘર્ષ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ઓપનએઆઈ ખરીદવાની ઓફર કરી હતી અને ત્યારબાદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને તે ઓફરને નકારી કાઢી હતી. આ પછી બંને વચ્ચે ઝઘડો શ થયો. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પણ ઓપનએઆઈની સ્થાપક ટીમનો ભાગ રહ્યા છે. ઓપનએઆઈની શઆત વર્ષ ૨૦૧૫ માં થઈ હતી. આ પછી, એલોન મસ્ક આ ટીમથી અલગ થઈ ગયા અને બાદમાં ગ્રોક નામનું પોતાનું એઆઈ પ્લેટફોર્મ વિકસાવવાની યોજના બનાવી. તેનો ઉપયોગ એકસ પ્લેટફોર્મ (જૂનું નામ ટિટર) પર સરળતાથી થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech