પોરબંદર જિલ્લામાં વધુ પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે ત્યારે તેના સમારકામની કામગીરી ધમધમી છે.
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે નાગરિકોને અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી શ કરવામાં આવી છે.તાજેતરમાં પડેલ અતિભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં એક ગામથી બીજા ગામને જોડતા અમુક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોવાથી રસ્તાની મરામત કરવામાં આવી રહી છે.આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા, જિલ્લાના નાના-મોટા રોડ-રસ્તાઓ પર રિપેરીંગ, મેટલવર્કની કામગીરી, રીસરફેસીંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક ગામ થી બીજા ગામને જોડતા અમુક માર્ગોનું ધોવાણ થતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આર એન્ડ બી વિભાગ પંચાયત દ્વારા ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી રવિવારના દિવસે પણ કરવામાં આવી હતી.આર એન્ડ બી પંચાયતના એન્જિનિયરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લાના શ્રીનગરનો રોડ, ખાગેશ્રી થી પારડવા, પસવારીથી ચિખલોદ્ર, ભોડરથી કોટડા, સોઢાણાથી ફટાણા, રાણાકંડોરણા થી ઠોયાણા,નેરાણા અને ઠોયાણા થી જાંબુ, નેરાણાથી છત્રાવા સહિતના ધોવાયેલ રસ્તા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શ થાય તેવું આયોજન થયું છે. જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં જ્યાં પણ રસ્તામાં ખાડા પડ્યા હતા,ત્યાં પેચવર્કની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ જ્યાંથી પણ ફરીયાદ આવે છે તેના પર પુરતુ ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું આર એન્ડ બી વિભાગના એન્જિનીયરે જણાવ્યું હતુ. આમ, આર એન્ડ બી પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહારને અગવડતા ન પડે રાબેતા મુજબ શ તેવું આયોજન કરાયું છે. કોટડા ગામના સામતભાઈ ઓડેદરાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે, અતિભારે વરસાદની સ્થિતિમાં નેરાણા થી છત્રાવાના રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો,પરંતુ રવિવાર હોવા છતાં યુદ્ધના ધોરણે સરકારે કામગીરી કરાવી છે,હાલ રસ્તાની મરામત થતા રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ થયો હોવાથી રાહત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech