સિહોર-ઘાંઘળી રોડ પર રેલવે ફાટક પર ૨૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શ‚

  • April 10, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર થી અમદાવાદ હાઈ-વેને જોડતાં સેતુ સમાન સિહોર-ઘાંઘળી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં એક માસ માટે આ રસ્તો વાહનો માટે બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.  અંદાજે ૩૫ વર્ષથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત થઈ હતી, આખરે સરકારે માંગણી સ્વીકારતાં આ સ્થળે રૂા.ર૬ કરોડના ઓવરબ્રિજ બનશે. 
આ અંગે ભાવનગર અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. સિહોરથી ઘાંઘળી જવાના માર્ગ પર આવેલાં રેલવે લાઈનના ફાટક નં.૨૦૫/બી પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે આજથી આગામી તા.૧ મે,૨૦૨૫ સુધી સિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી સિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરાયો છે. જેમાં સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોએ અવરજવર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે, તો આ જ રૂટ પર ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પરત ફરી શકશે.  એ જ રીતે મોટા વાહનોએ અવર-જવર માટે સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી વલ્લભીપુર તરફ જવા માટે ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા(ખોડીયાર)થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપુર હાઇવે ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.એ જ રૂટ પર મોટા વાહનો વલ્લભીપુરથી પરત આવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News