એ.સી.બી. પોલીસે માતા-પુત્રને ઝડપી લીધા
ખંભાળિયા તાલુકાના એક આસામી દ્વારા ડેમ વિસ્તારમાંથી માટી કાઢવા સબબ સ્થાનિક સરપંચ દ્વારા હેરાનગતિ ન થાય તે માટે લાંચ લેવાના પ્રકરણમાં મહિલા સરપંચ તથા તેમના પુત્રને રૂપિયા 1.10 લાખના મુદ્દામાલની રકમ સાથે ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની એ.સી.બી. સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા - જામનગર રોડ ઉપર આવેલા સિંહણ ડેમમાંથી માટી (કાંપ) કાઢવાનું કામ કરતા એક આસામી દ્વારા તેના આ કામ ધંધામાં હેરાનગતિ કરી અને નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાખીબેન મેરામણભાઈ ગુજરીયા દ્વારા રૂપિયા 1.10 લાખની રકમની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ફરિયાદી આસામી આપવા માંગતો ન હોય, તેમના દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને જાણ કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ દેવભૂમિ દ્વારકા એ.સી.બી. પોલીસ મથકના પી.આઈ. પી.એ. દેકાવાડિયા તથા તેમની ટીમ દ્વારા ગતસાંજે લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલા આરાધના ધામ રોડ ઉપર ફરિયાદી દ્વારા આરોપી લાખીબેન મેરામણભાઈ ગુજરીયા તથા તેમના પુત્ર ફૂલસુરભાઈ મેરામણભાઈ ગુજરીયાને રૂ. 1.10 લાખ રોકડા આપતા તુરંત જ એ.સી.બી. પોલીસ સ્ટાફ આ સ્થળે પહોંચી ગયો હતો અને લાંચની ટ્રેપમાં આ રકમ સ્વીકારતા બંનેને ઝડપી લીધા હતા. જે અંગે ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
નાગડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા તેમના પુત્ર લાંચના છટકામાં ઝડપાઈ જતા સ્થાનિક ગ્રામજનો તેમજ આ વર્તુળોમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech