ધ્રોલના ખારવા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પડી જતા મહિલાનું મૃત્યુ

  • June 03, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હુક તૂટી જવાના કારણે ગંભીર ઇજા થયા પછી સારવારમાં દમ તોડયો


ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ઇટાળા જવાના રોડ પર ટ્રેક્ટરની ગાડા ટ્રોલીમાં બેઠેલી મહિલાનું ટ્રોલીનો હુક તૂટી પડતાં પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોતાના પતિના ટ્રેક્ટરમાં બેસીને જતી વેળાએ આ અકસ્માત નડ્યો હતો. 


ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહીને ખેતી કામ કરતા સવિતાબેન કાંતિલાલ હિંસુ નામના ૪૭ વર્ષના મહિલા જેઓ પોતાના પતિ કાંતિભાઈ જીવરાજભાઈ હિંસુના ટ્રેક્ટરની ટ્રોલી માં બેસીને વાડીએ જઈ રહ્યા હતા.


જે દરમિયાન ખારવાથી ઇટાળા રોડ પર ગત તા. ૩૦ના રોજ અકસ્માતે ટ્રેક્ટરની ગાડા ટ્રોલીનો હુક વચ્ચેથી તૂટી જતાં સવિતાબેન નીચે પટકાઈ પડ્યા હતા, અને તેને હેમરેજ સહિતની ઈજા થઈ હોવાથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.


આ બનાવ અંગે પતિ કાંતિલાલભાઈ જીવરાજભાઈ પટેલે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application