ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે ૭૫ ટકા સરહદ વિવાદ ઉકેલાઈ ગયો છે. વિદેશ મંત્રીના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. હવે વિદેશ મંત્રીએ સ્પષ્ટ્રતા કરી છે કે, ૭૫ ટકા સીમા વિવાદો ઉકેલવાની તેમની વાતનો અર્થ સૈનિકોની હકાલપટ્ટી છે અને અન્ય પાસાઓ પર હજુ પણ પડકારો હજુ છે. તેમને મંગળવારે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્િટટૂટમાં એશિયા સોસાયટીને સંબોધિત કરતા આ વાત કહી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું કે, કોરોના રોગચાળા દરમિયાન ચીને સરહદ પર સૈનિકોની તૈનાતી વધારીને અગાઉના કરારોનું ઉલ્લંઘન કયુ હતું, જેના કારણે બંને તરફ અથડામણ અને જાનહાનિ થઈ હતી. જયશંકરે કહ્યું કે, આ ઘટનાથી દ્રિપક્ષીય સંબંધો પ્રભાવિત થયા છે. પોતાના સંબોધનમાં જયશંકરે કહ્યું કે, 'ચીન સાથેનો અમારો ઇતિહાસ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો છે. ચીન સાથેના અમારા સ્પષ્ટ્ર કરારો હોવા છતાં, અમે કોવિડની વચ્ચે જોયું કે કેવી રીતે ચીને કરારોનું ઉલ્લંઘન કયુ અને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા. આ પછી કોઈ દુર્ઘટના સર્જાય એવો ડર હતો અને થયું પણ એવું જ. તેથી, અથડામણ થઈ અને બંને બાજુના ઘણા સૈનિકો માર્યા ગયા. એક રીતે તેની અસર સંબંધો પર પણ પડી.
વિદેશ મંત્રીએ કહ્યું કે 'યારે મેં કહ્યું કે ૭૫ ટકા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, તે માત્ર સૈનિકોને પાછા ખેંચવાની વાત છે અને તે સમસ્યાનો માત્ર એક ભાગ છે.' જો કે તેમને સ્વીકાયુ હતું કે બે દેશો વચ્ચેના કેટલાક ઘર્ષણ બિંદુઓ પરથી સૈનિકો પાછા હટી ગયા છે, પડકારો હજુ પણ બાકી છે. જયશંકરે ચીન સાથેના સંબંધો સુધારવાના આગામી પગલા તરીકે બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાના મહત્વ પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું કે,પેટ્રોલિંગના કેટલાક મુદ્દાઓને ઉકેલવાની જર છે અને આગળનું પગલું યુદ્ધની પરિસ્થિતિને ટાળવાનું હશે.
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં ખાડી દેશો સાથે ભારતના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. બંને પક્ષો વચ્ચે વધતી ભાગીદારીનું ઉદાહરણ ભારત–મધ્ય પૂર્વ–યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી) છે, જેનો હેતુ એટલાન્ટિક મહાસાગરને ભારત સાથે જોડવાનો અને વેપાર અને જોડાણ વધારવાનો છે. જયશંકરે તેના વ્યૂહાત્મક મહત્વ પર પણ ભાર મૂકયો હતો. આઈએમઈસી વિશે તેમણે કહ્યું કે, તે માત્ર ગલ્ફ સાથે ભારતના આર્થિક સંબંધોને મજબૂત બનાવતું નથી, પરંતુ વ્યાપક વૈશ્વિક વેપાર માર્ગેાને પણ સુવિધા આપે છે. તેમણે કહ્યું, 'આ દાયકાના અતં સુધીમાં શકય છે. આપણે એશિયામાંથી પસાર થતા એટલાન્ટિકથી પેસિફિક સુધી મુખ્યત્વે જમીન આધારિત કનેકિટવિટી બનાવી શકીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech