કેન્દ્ર સરકારે કેન્સરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓની કીમત ઘટાડવાના આપેલા નિર્દેશથી દર્દીઓને રાહત મળશે. મોંઘી દવાઓ અને મોંઘી સારવારથી છૂટકારો આપવા માટે સરકારે ફામર્સ્યિુટિકલ કંપ્નીઓને ત્રણ કેન્સર વિરોધી દવાઓના ભાવ ઘટાડવા કહ્યું છે જેથી ગ્રાહકોને કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાંથી છૂટનો ફાયદો મળી શકે. મંત્રાલયે કહ્યું હતું કે બજારમાં આ દવાઓની એમઆરપી ઘટાડવી જોઈએ અને ઓછા ટેક્સ અને ડ્યૂટીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ.આથી ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડવર્લિુમૈબ આ દવાઓની કિંમત ઘટાડવાના નિર્દેશ આપવામાં આવ્યો છે.
પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ સંબંધિત દવા ઉત્પાદકોને પત્ર લખીને ત્રણ કેન્સર વિરોધી દવાઓ એટલે કે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડવર્લિુમૈબના ભાવ ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સામાન્ય બજેટ 2024-25માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ આ ત્રણેય કેન્સર વિરોધી દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ છે. કિંમતમાં ફેરફાર અંગેની માહિતી નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીને સબમિટ કરવી પડશે
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદકોએ ડીલરો, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને આ ફેરફારો દશર્વિતી કિંમત સૂચિ અથવા પૂરક ભાવ સૂચિ જાહેર કરવી પડશે અને નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીને કિંમતમાં ફેરફાર વિશે માહિતી સબમિટ કરવી પડશે. કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અને જીએસટીના દરમાં ઘટાડાથી બજારમાં આ દવાઓની એમઆરપીમાં ઘટાડો થવો જોઈએ અને ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળવો જોઈએ. તેથી નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા ઓફિસ મેમોરેન્ડમમાં ઉપરોક્ત દવાઓના તમામ ઉત્પાદકોને આ દવાઓની મહત્તમ કીમત ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. લોકસભામાં 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્રસ્ટુઝુમૈબ, ઓસિમેરટિનિબ અને ડવર્લિુમૈબ પરની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાની દરખાસ્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech