આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
શ્રાવણ મહિનો પૂરો થવા આડે હજુ ૧૫ દિવસ બાકી છે. ભાદરવા મહિનામાં આકરા તાપ પડતા હોય છે. પરંતુ હજુ ભાદરવો મહિનો શ પણ નથી થયો ત્યાં ગરમીનું જોર એકાએક વધી ગયું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૪ થી ૩૬ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે. અમદાવાદ અને વડોદરામાં ૩૫.૪ ગાંધીનગરમાં ૩૪ અને સુરતમાં ૩૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૩૩.૯ ડીગ્રી નોંધાયું હતું.
સમગ્ર રાયમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન એટલે કે આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધીમાં સમગ્ર રાયમાં માત્ર બે સ્થળોએ સામાન્ય જાપટા પડા છે. જામનગર શહેરમાં ત્રણ મીલીમીટર અને અમરેલી જિલ્લાના ધારીમાં ત્રણ મીલીમીટર વરસાદ નોંધાયો છે. તે સિવાય વરસાદની હાજરી પણ નથી.
હવામાન ખાતાની આગાહી મુજબ અત્યારે બાંગ્લાદેશના દક્ષિણ તરફના હિસ્સામાં લો પ્રેસર ઊભું થયું છે અને તે સિસ્ટમના કારણે દેશના અનેક રાયોમાં અને તેમાં પણ ખાસ કરીને પૂર્વના રાયોમાં ભારે વરસાદની શકયતા છે. ગુજરાતમાં પણ આગામી તારીખ ૨૧ અને ૨૨ના રોજ અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech