મકરસંક્રાંતિ પછી ઠંડીના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે શિયાળાની સિઝન લંબાઇ તેવી શકયતા હોવાનું હવામાન ખાતાના જાણકારો કહી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે અત્યારે જમ્મુ કશ્મીર લદાખ સહિત સમગ્ર હિમાલયન રીજીયનમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ ૧૮ થી એકિટવેટ થશે અને તેના કારણે ઠંડીનો દોર લંબાશે. સાથોસાથ પૂર્વ અને દક્ષિણના અનેક રાયોમાં માવઠાની પણ શકયતા જોવામાં આવે છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફારની શકયતા ઓછી છે .ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં ૯.૯ ડિગ્રી નોંધાયા પછી આજે તેમાં એક ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજે ૧૦.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૪ અને આજે બે ડિગ્રીના ઘટાડા સાથે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં સામાન્ય ઘટાડા સાથે આજે ૧૫.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
અમરેલીમાં ગઈકાલે ૧૨.૩ અને આજે ૧૩ નલિયામાં ગઈકાલે અને આજે બંને દિવસે એક સરખું ૬.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગિરનાર પર્વત ઉપર આજે ૯.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. યારે જુનાગઢ શહેરમાં ૧૪.૭ અને ભવનાથ તળેટીમાં ૧૨.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભુજમાં સામાન્ય વધારા સાથે આજે
(અનુ. સાતમા પાને)શિયાળો લંબાઈ તેવી
(છેલ્લા પાનાનું ચાલુ)
૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્રારકામાં ગઈકાલે ૧૪.૮ અને આજે ૧૫.૧ ઓખામાં ગઈકાલે ૧૭.૫ અને આજે ૧૮.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી જેટલો ઐંચે ચડો છે અમદાવાદમાં ગઈકાલે ૧૨.૧૩ અને આજે ૧૬.૨ ડીસામાં ગઈકાલે ૯.૨ અને આજે ૧૨.૫ વડોદરામાં ગઈકાલે ૧૨.૮ અને આજે ૧૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. એક ડિગ્રીના વધારા સાથે સુરતમાં આજનું લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ તરફ એક સાઇકલોનિક સકર્યુલેશન જોવા મળે છે અને તેના કારણે આગામી તારીખ ૧૮ સુધી તામિલનાડુ પુડીચરી સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે જમ્મુ કશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. પરંતુ આગામી તારીખ ૧૮ થી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાનાર હોવાથી જમ્મુ કશ્મીર ઉત્તરાખડં ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશમાં વરસાદની શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech