વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં થયેલી કણાંતિકામાં ૧૮ સામે ગુનો દાખલ કરાયો છે. બોટ સંચાલક કોટિયા પેઢીના મેનેજર અને બોટ ચાલકની ધરપકડ કરવામાં આવી છે, પેઢીના સંચાલકોને પકડવામાં આવ્યા નથી.મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં ૧૭ના મોત થયા છે. જેમાં ૧૫ માસુમ બાળકો અને ૨ શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ આવ્યા હતા. યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. મુખ્યપ્રધાન ઘટનાસ્થળે દોડી ગયા, તાત્કાલિક નવ ટીમ બનાવીને તપાસ હાથ ધરી, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યકત કયુ, મૃતકોને સહાય જાહેર કરાઈ આ બધું સાચું પણ મુખ્ય પ્રશ્ન એ છે ઇકે ૧૫ માસુમ બાળકો અને બે શિક્ષકોના મોત માટે જવાબદાર હત્યારાઓને સજા મળશે.
ખરી? કેસ વરસો ચાલશે અને મોટા માથા છટકી જશે એ હંમેશના ક્રમ મુજબ બનશે જ. સરકારે જો જરા જેટલી પણ સંવેદના બચીઓ હોય તો આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને દોઢ બે મહિનામાં ચુકાદો આવી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. પીડિતોના આંસુ સુકાય તે પહેલા તેમણે ન્યાય મળી જાય એ જ આ ૧૭ હતભાગીઓને અપાયેલી સાચી શ્રદ્ધાંજલિ હશે.
જેમની સામે ગુનો નોંધાયો છે તે ૧૮ આરોપીઓ જેમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો, બીનીત કોટીયા, હિતેષ કોટીયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી. પ્રજાપતિ, જતીનકુમાર હરીલાલ દોશી, નેહા ડી.દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નુતનબેન પી.શાહ, વૈશાખીબેન પી.શાહ, શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન, અંકિત, બોટ ઓપરેટર વિધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech