જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક માટે મતદાન સંપન્ન થયું છે. આવતીકાલે કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે મત ગણતરી યોજાશે. ગઈકાલે ૨૫૧ મતદાન બુથ પર મતદાન સંપન્ન થયા બાદ ઇવીએમ કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ હોલ ખાતે લાવવામાં આવ્યા હતા યાં ચાર વિભાગમાં સ્ટ્રોંગ મમાં તમામ ઈવીએમ રાખવામાં આવ્યા છે
આવતીકાલે સવારે ૯ વાગ્યે મત ગણતરી યોજાશે. પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ ઇવીએમ ખૂલતાં જ જૂનાગઢમા ભાજપ ગઢ સાચવવામાં સફળ રહેશે કે કોંગ્રેસનો પરિવર્તનનો પવન ફંકાશે તે મત પેટી ખુલતા જ ખ્યાલ આવશે. મતગણતરી કેન્દ્ર ખાતે ડીવાયએસપી, એ બી અને સી ત્રણે ડિવિઝનના ત્રણ પીઆઇ, એસઆરપીની એક ટીમ, હોમગાર્ડ જવાન ટ્રાફિક પોલીસ સહિત ૩૦૦થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૧,૨,૪,૫થી ૮,૯થી૧૨,૧૩,૧૫ એમ કુલ ૧૩ વોર્ડના ઈવીએમ ચાર ઝોનમાંસ્ટ્રોંગ મમાં રાખવામાં આવ્યા છે. મત ગણતરી માટે ચાર ઝોનમાં કુલ ૪૮ ટેબલ પર બે –બે રાઉન્ડમાં મતગણતરી થશે. પ્રથમ પોસ્ટલ બેલેટ ત્યારબાદ ઇવીએમ દ્રારા મત ગણતરી થશે. મતદાન કેન્દ્ર ખાતે જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસ્યા, અધિક કલેકટર ચૌધરી, તથા ચારેય ઝોનમાં અલગ અલગ આરઓ અને એ આર ઓ ના માર્ગદર્શન હેઠળ ફરજ પરના કર્મચારીઓ મતગણતરી કરશે. વોર્ડ નંબર ૧થી૪માં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ૫થી૮ માં જિલ્લ ા પુરવઠા અધિકારી રવિ ભાઈ ઠેસીયા,૯થી૧૨ મા સ્ટેમ્પ ડુટી અધિકારી ગઢવી, તથા ૧૩,૧૫ બે વોર્ડમાં મીરાબેન સોમપુરા ના માર્ગદર્શન હેઠળ એ.આર.ઓની ટીમ ૫૦૦ થી વધુ કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે.
મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થતા ભાજપ અને કોંગ્રેસ બંને દ્રારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્રારા પહેલેથી જ આઠ સીટ બિનહરીફ કબજે કરી છે અને આવતીકાલે મત ગણતરી બાદ ૫૬ સીટ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે તો કોંગ્રેસ પણ આ વખતે જૂનાગઢની બેઠક પર મેદાન મારશે તેવી આશા સેવી રહી છે.૫૨ બેઠક માટે અનેક વોર્ડમાં અપક્ષો અને અન્ય પક્ષ દ્રારા પણ પણ દાવેદારી કરી છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૩વોર્ડમાં ૧૮અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.આવતીકાલે મત ગણતરી ખુલતા અપક્ષ સહિત અન્ય પક્ષ ઉમેદવારોને નડશે કે ફળશે તે મત પેટી બાદ જ ખ્યાલ આવશે. પરંતુ હાલ તો મતદાન સંપન્ન થયા બાદ શહેરમાં કોણ મહાનગરપાલિકા જીતશે તે જ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં છ નગરપાલિકા,તાલુકા પંચાયતની મતગણતરી
મહાનગરપાલિકા ઉપરાંત છ નગરપાલિકા અને વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક પર પણ મતદાન સંપન્ન થયું હતું જેની પણ આવતીકાલે મત ગણતરી થશે અત્યાર સુધીમાં છ નગરપાલિકાઓમાં કોંગ્રેસનો વધુ વર્ચસ્વ રહ્યું હતું. જેમાં આવતીકાલે પરિવર્તન થશે કે પુનરાવર્તન તે નક્કી થશે. માણાવદર નગરપાલિકાની લાયન હાયર સેકન્ડરી સ્કૂલ પ્રથમ માળે, બાંટવા નગરપાલિકાની જાનવી પ્રાઇમરિ સ્કૂલ, વંથલી નગરપાલિકાની મામલતદાર કચેરી ગ્રાઉન્ડ લોર મ નંબર ૬, વિસાવદર નગરપાલિકાની પ્રાંત કચેરી, ચોરવાડ નગરપાલિકાની શેઠ જેએમ વિનય મંદિર, માંગરોળ નગરપાલિકાની એનએમ કંપાણી આર્ટસ કોલેજ તથા વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠકની સરદાર વલ્લ ભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે મત ગણતરી યોજાશે. બાટવા નગરપાલિકામાં તો પ્રથમથી જ ભાજપે બહત્પમતી મેળવી લીધી છે. ચોરવાડ નગરપાલિકા ઉપરાંત વિસાવદર, માંગરોળ અને વંથલી બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જામશે. આવતીકાલે છ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ મતગણતરી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech