પોરબંદરમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વર્ષોથી ચૂંટાઇ આવતા અર્જૂન મોઢવાડીયાએ પક્ષપલ્ટો કરીને ભાજપમાં પ્રવેશ મેળવીને પોરબંદર વિધાનસભા સીટ ઉપરથી ચૂંટણી લડીને રેકોર્ડબ્રેક અને ઐતિહાસિક લીડ સાથેની ભવ્યાતિભવ્ય જીત મેળવી લીધી હતી અને તેઓ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી અનેક વાતો વહેતી થઇ હતી કે તેઓ મંત્રી પદની શરત સાથે જ ભાજપમાં જોડાયા છે પરંતુ મહત્વની બાબત એ છે કે તેમણે કયારેય પોતાના મોઢેથી આ બાબત સ્પષ્ટ કહી નથી એટલું જ નહી પરંતુ જ્યારે-જ્યારે મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થાય ત્યારે ત્યારે અર્જુનભાઇને ચોકકસ મંત્રીપદ મળી જશે તેવું માત્ર ભાજપમાં જ નહી પરંતુ પોરબંદરમાં પણ ચર્ચાય છે અને સ્વાભાવિક રીતે પોરબંદરવાસીઓ પણ એવી અપેક્ષા રાખે છે કે અર્જુનભાઇ મોઢવાડીયાને મંત્રીપદ મળે અને પોરબંદરનો વિકાસ બમણા વેગથી આગળ વધે ત્યારે પોરબંદરના એક જીમમાં ફીટનેશ કોમ્પીટીશન પ્રસંગે હાજરી આપવા ગયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કસરત પણ કરી હતી. ત્યારે એ તસ્વીરને લાક્ષણિક અદામાં કચકડે કેદ કરવામાં આવી છે અને જાણે કે અર્જુન મોઢવાડીયા શરીરના ફીટનેશ માટે નહીં પરંતુ મંત્રીપદ મેળવવા માટે કસરત અને કવાયત કરતા હોય તેવુ તસ્વીર જોતા જણાઇ રહ્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMઇન્ડોનેશિયામાં ખાણ ધસી પડવાથી 19 લોકોના મોત, 8 હજુ ગુમ, બચાવ કામગીરી ચાલુ
June 01, 2025 09:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech