મૂળ રાજસ્થાનના રાયપુર જિલ્લાના વતની અને છેલ્લા ઘણા સમયથી જેતપુરમાં રહેતા પતિ–પત્ની બાઈક પર જેતપુરથી ગોંડલ જઈ રહ્યા હતા. દરમિયાન ગોંડલની ગોમટા ચોકડી પાસે ડમ્પરે બાઈકને ઠોકરે લેતા પતિ–પત્ની બંને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થવા સબબ પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. યારે પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૂળ રાજસ્થાનના વ્યાવર જિલ્લાના રાયપુરના વતની અને છેલ્લા ઘણા વર્ષેાથી જેતપુરમાં રહેતા છોટુરામ ભવરલાલ કેવટ (ઉ.વ ૪૨) તથા તેમના પત્ની મંજુબેન છોટુરામ કેવટ (ઉ.વ ૩૫) બંને ગત તા.૨૩૨ ના બપોરના ત્રણેક વાગ્યા આસપાસ બાઈક લઇ ગોંડલ કામ સબબ જતા હતા.
દરમિયાન બપોરના આશરે ચારેક વાગ્યા આસપાસ ગોમટા ચોકડીથી ગોંડલ તરફ આવતા હતા ત્યારે સિમેન્ટની પ્લેટો ભરેલ ટ્રકને યુવાન ઓવરટેક કરવા જતા ટ્રક ચાલકે અચાનક ટ્રક સાઈડની બાજુ દબાવતા બાઈકને ઠોકરે લીધું હતું જેથી બાઇક ટ્રક સાથે અથડાતા પતિ–પત્ની બંને રોડ પર ફંગોળાયા હતા જેમાં મંજુબેનનું માથું ટ્રક સાથે અથડાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના બાદ અહીં લોકો એકત્ર થતાં ટ્રક ચાલક પોતાનું વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં ઘવાયેલા પતિ–પત્નીને ૧૦૮ મારફત સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરિણીતા મંજુબેનને મૃત જાહેર કર્યા હતા.
વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ આ પરિવાર છેલ્લા ૨૫ વર્ષથી જેતપુરમાં રહે છે. યુવાન છોટુરામ કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવ અંગે છોટુરામ કેવટની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક નંબર આર.જે.૦૧ જીએ ૬૨૬૮ ના ચાલક વિદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરામનાથ આજુબાજુથી ૨૮ ટન કચરો નીકળ્યો; શિવાલયો ફરતે સફાઇ કરવા ઠાકરનો આદેશ
February 25, 2025 02:31 PMસ્ટારબક્સ 1100 કર્મચારીઓને કાઢી મુકશે: યાદી તૈયાર કરાઈ
February 25, 2025 02:26 PMબોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જામનગરના ધારાસભ્યએ શુભકામનાઓ પાઠવી
February 25, 2025 01:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech