જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પરિણીતાનું મોત થયું હતું. પરિણીતાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે પરિણીતાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતી ઉષાબેન જયેશભાઇ સોલંકી(ઉ.વ 23) નામની પરિણીતાએ ગઇકાલે બપોરના સમયે ધરે ઝેરી દવા પી લીધી હતી.જ
ે અંગેની જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પરિણીતાએ દમ તોડી દીધો હતો.બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ,ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરનાર પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે તેનો પતિ જયેશભાઇ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.પરિણીતાના પિતાનું નામ ભગવાનજીભાઇ જીણાભાઇ ગોહેલ છે.
પરિણીતાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય આ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.એ.જાડેજાની રાહબરીમાં રાઇટર મનસુખભાઇએ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech