ઘણીવાર તમારી આસપાસ ક્યાંક તો કચરો જોયો જ હશે. પૃથ્વી પર જ્યાં પણ માણસો રહે છે ત્યાં કચરો હોય તે સામાન્ય છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાં કેટલી ગંદકી છે? ત્યાં હાજર સેટેલાઇટ ફેલ થયા પછી ત્યાં કેટલો કચરો ફેલાય છે. અવકાશમાં કેટલો કચરો છે અને તેને કેવી રીતે સાફ કરવામાં આવે છે?
અવકાશ
અવકાશમાં ઘણા સેટેલાઈટ છે. પરંતુ ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સેટેલાઈટ ક્યાં જાય છે? માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ સાડા છ હજાર સફળ રોકેટ લોન્ચ કરવામાં આવ્યા છે. મોટાભાગના દેશોએ પોતાના સેટેલાઈટ અવકાશમાં મોકલ્યા છે. જો કે દરેક સેટેલાઈટ અમુક સમય પછી નિષ્ફળ જાય છે. જાણકારી અનુસાર ખરાબ સેટેલાઇટ માટે બે વિકલ્પ છે. જે ખરાબ સેટેલાઈટ દૂર કરવાનો છે તે સેટેલાઇટ પૃથ્વીથી કેટલા અંતરે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો સેટેલાઈટ ખૂબ જ ઊંચી ભ્રમણકક્ષામાં હોય તો તકનીકી ખામી પછી તેને પૃથ્વી પર પરત કરવામાં ઘણું બળતણ ખર્ચ થઈ શકે છે. વૈજ્ઞાનિકો તેને અવકાશમાં જ આગળ મોકલી દે છે.
આ સિવાય તેને પૃથ્વી પર પરત લાવવાનો વિકલ્પ પણ છે. મોટાભાગના દેશો અવકાશના કચરાને ઘટાડવા માટે પૃથ્વી પર પાછા લાવે છે. સેટેલાઈટને પૃથ્વી પર પરત લાવ્યા બાદ તેને એક જગ્યાએ જમા કરાવવાનો હોય છે. આ માટે જે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પોઈન્ટ નેમો કહેવામાં આવે છે. નેમો શબ્દ લેટિન ભાષાનો છે, જેનો અર્થ થાય છે કોઈ નહીં. જ્યારે કોઈ સ્થળને પોઈન્ટ નેમો કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે ત્યાં કોઈ રહેતું નથી. આ સ્થળ શુષ્ક જમીનથી સૌથી દૂરનું સ્થળ છે એટલે કે તે સમુદ્રની મધ્યમાં આવેલું સ્થાન છે. તેને સમુદ્રનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ સ્થળ દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવેલું છે. આ સિવાય કમ્બાઈન્ડ ફોર્સ સ્પેસ કમ્પોનન્ટ કમાન્ડ અવકાશમાં મનુષ્ય શું કરી રહ્યો છે તેના પર નજર રાખે છે. કમ્બાઈન્ડ ફોર્સ સ્પેસ કમ્પોનન્ટ કમાન્ડે આ માટે એક યાદી બનાવી છે. જેમાં વિવિધ પ્રકારના જંકનો સમાવેશ થાય છે.
અવકાશમાં કચરો ઓછો કરવા માટે એક સંધિ પણ કરવામાં આવી છે. નાસાએ આર્ટેમિસ એકોર્ડ પણ તૈયાર કર્યો છે. જેમાં જગ્યાને સ્વચ્છ અને શાંતિપૂર્ણ રાખવાની વાત કરવામાં આવી છે. જાણકારી અનુસાર 28 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. જો કે મોટા દેશોમાં રશિયા અને ચીન હજી પણ તેનો ભાગ નથી. ખાનગી કંપનીઓ પણ આ સંધિમાં સામેલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech