પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિ બેઠક અનામત: હાલ ભાજપમાં એસસીના ત્રણ ઉમેદવારો ચુંટાયા
ધ્રોલ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરો જંગ જામ્યો હતો. ધ્રોલ પાલિકામાં હાલ ૭ વૉર્ડ અને ૨૮ બેઠકો છે. ચુંટણીના ત્રણેક દિવસ પહેલા વોર્ડ નં-૭ ના કોંગ્રેસ ઉમેદવારનું અવસાન થતાં વૉર્ડ ૭ ની ચુંટણી મોકુફ રાખવામાં આવી હતી. જ્યારે ૬ વોર્ડની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને ૧૫, કૉંગ્રેસને ૮ અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયાં છે.
હાલ ધ્રોલ પાલિકામાં પ્રમુખપદ માટે અનુસૂચિત જાતિ અનામત બેઠક છે. ત્યારે હાલ ભાજપમાં ત્રણ અનુસુચિત જાતિના ઉમેદવારો ચુંટાયા છે. જેમાં વર્ષોથી ભાજપમાં વફાદારી પૂર્વક રહેલ મંગુબેન ચાવડા જે બીજી ટર્મ વિજેતા થયા છે. તેમજ તેમના પતિ નરશીભાઈ ચાવડા પણ અગાઉ બે ટર્મ ભાજપમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. નરશીભાઈ ચાવડાના પિતા પણ ધ્રોલ પાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. જે પરિવાર વર્ષોથી ભાજપમાં વફાદારી પૂર્વક કામ કરે છે. જ્યારે અન્ય ઉમેદવાર વિજયભાઈ ટપુભાઈ વાઘેલા અને બાલુબેન રવિકુમાર વાઘેલા અનુસૂચિત જાતિમાંથી ચૂંટાયેલ છે.
હાલ ભાજપમાં અનુસૂચિત જાતિના ત્રણ ઉમેદવાર ચુંટાયા છે. ત્યારે ધ્રોલ પાલિકા પ્રમુખનો તાજ કોના શિરે...? તેવી ચર્ચાએ જોર પકડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech