મોટા વડીયા ગામમાં ગળાફાંસો ખાઇ મહિલાએ જીવતર ટુકાવ્યું
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ ઘરે જમતી વેળાએ અચાનક ઢળી પડતા તેમનું મૃત્યુ નિપજયું છે, જયારે મોટા વડીયા ગામમાં બિમારીનું મનમાં લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે.
જામનગરના વાલસુરા રોડ, બેડેશ્ર્વર વિસ્તાર, મંદિર પાસે રહેતા મોહનભાઇ રતીલાલ બાબરીયા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગઇકાલે પોતાના ઘરે જમતા હતા ત્યારે અચાનક તબીયત લથડતા જી.જી. હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે જતીનભાઇ બાબરીયાએ બેડી મરીન પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતી વાલીબેન કરશનભાઇ બડીયાવદરા (ઉ.વ.45) નામના મહિલા થોડા સમયથી કબજીયાતની બિમારી હોય અને તેઓને કેન્સર હોય તેવું મનમાં લાગી આવતા પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પીટલ લઇ જતા જયાં તેણીનું મૃત્યુ થયુ હતું, આ અંગે નાંદુરી ગામમાં રહેતા ભીમશીભાઇ વએ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાશિવરાત્રી મેળાના અન્નક્ષેત્રમાં ગુંજતો હરિહરનો નાદ
February 25, 2025 11:56 AMમહાશિવરાત્રી પૂર્વે રાજકોટ માર્કેટ યાર્ડ બટેટા અને સકરિયાથી છલકાઇ ઉઠું
February 25, 2025 11:54 AMજેતપુરમાં ગાળો બાબતે ટપારતા પાઇપથી હુમલો કરાયો: ૪ ઘવાયા
February 25, 2025 11:52 AMહળવદમાં દવાનો જથ્થો મળવાના બનાવમાં આરોગ્ય તંત્રના જાત બચાવા મરણિયા પ્રયાસો
February 25, 2025 11:51 AMસોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી
February 25, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech