ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ટીમના નવા મુખ્ય કોચની જાહેરાત કરી છે. પૂર્વ ભારતીય બેટ્સમેન અને દિલ્હીના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનશે. તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બનતા જ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું ગૌતમ ગંભીરે સાંસદ તરીકે વધુ કમાણી કરી કે પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે તેને વધુ પૈસા મળશે.
ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ બેટ્સમેન હતો અને 2019માં તે પૂર્વ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યો હતો. આ વર્ષ 2024 ની શરૂઆતમાં તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે ભારતીય ટીમના નવા મુખ્ય કોચ તરીકે તેની નવી ઇનિંગ શરૂ થશે. હવે સવાલ એ છે કે સાંસદ તરીકે તેમને કેટલો પગાર મળ્યો અને હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે તેમને કેટલો પગાર મળશે.
સાંસદનો પગાર
ગૌતમ ગંભીરને સાંસદ તરીકે સારો પગાર અને ઘણી સુવિધાઓ મળતી હતી. મેમ્બર ઓફ પાર્લામેન્ટ (વેતન, ભથ્થા અને પેન્શન) એક્ટ 1954 હેઠળ સાંસદને પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. ગૌતમ ગંભીરને સાંસદ તરીકે દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. આ ઉપરાંત એક સાંસદ તરીકે, તેમને ગૃહ સત્ર અથવા સમિતિની બેઠકમાં હાજરી આપવા અથવા સંસદ સભ્ય હોવાને લગતા કોઈપણ કાર્ય માટે મુસાફરી કરવા માટે અલગ ભથ્થું આપવામાં આવ્યું હતું. સાંસદને મતવિસ્તાર ભથ્થા તરીકે દર મહિને 70 હજાર રૂપિયા મળે છે. આ સિવાય સાંસદે દિલ્હીમાં તેમના નિવાસસ્થાન અથવા દિલ્હીમાં તેમની ઓફિસમાં ટેલિફોન લગાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. તેને પચાસ હજાર ફ્રી લોકલ કોલની સુવિધા મળે છે. સાંસદને દર મહિને ઓફિસ ખર્ચ ભથ્થા તરીકે 60 હજાર રૂપિયા પણ મળે છે.
હેડ કોચનો પગાર
ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છે. મોટાભાગના લોકો જાણવા માંગે છે કે હેડ કોચ તરીકે તેને કેટલો પગાર મળશે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગંભીરનો વાર્ષિક પગાર 10 કરોડથી 12 કરોડ રૂપિયાની આસપાસ હશે. મુખ્ય કોચની તમામ સત્તાવાર મુસાફરી અને રહેઠાણનો ખર્ચ BCCI ઉઠાવે છે. BCCIના વિદેશ પ્રવાસ દરમિયાન, હેડ કોચને દૈનિક ભથ્થું પણ મળે છે. 2019માં આ ભથ્થું બમણું કરીને $250 (લગભગ 20,814.18 રૂપિયા) પ્રતિ દિવસ કરવામાં આવ્યું હતું. ગૌતમ ગંભીરને સાંસદ તરીકે કરતાં હેડ કોચ તરીકે વધુ પૈસા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech