ધર્મગુરુ શહેરાવાળા સાંઈ જી ના સાનિધ્યમાં જામનગર સિંધી સમાજ વેલકમ ચેટીચાંદ મેલા અને શહીદ દિવસની કરશે ઉજવણી: સમગ્ર સપ્તાહ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
જામનગરમાં સિંધી સમાજના આરાધ્યદેવ ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલ જી ના જન્મોત્સવ તહેવાર ચેટીચંડ ની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન શ્રી ઝુલેલાલના 1075મા અવતરણ દિન નિમિત્તે વેલકમ ચેટીચંડ નું ભવ્ય ધાર્મિક, સાસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમનું સિંધી સમાજના ધર્મગુરુ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ઉપાસક પરમ પુજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલે જી ના સાનિધ્ય માં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ 23 માર્ચ 2025ના રોજ સાંજે 06:00 વાગ્યે નાનકપુરી થી નેશનલ હાઈસ્કુલ સુધી શોભાયાત્રા યોજાશે. જે શોભાયાત્રા બાદ કાર્યક્રમની શરૂઆત સાંજે 07 :00 કલાકે ધર્મગુરુ શહેરાવાળા સાંઈ જી ના શુભ કર કમલો વડે કરવામાં આવશે જેમાં શહિદ દિન નિમિતે શહીદો ને વિરાંજલી તેમજ દેશ માટે માત્ર 19 વર્ષ ની ઉંમરે શહીદી આપનાર સિંધુ રત્ન હેમુ કાલાણી ના જન્મદિવસ ની ઉજવણી તેમજ સત્સંગ આશિર્વચન અને રાત્રી 08:00 કલાકે ભંડારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ રાત્રે 09:00 કલાકે સિંધી રૂઢિ રિવાજ ને જીવંત રાખતા લોકસંગીત સિંધી ભગત નો કાર્યક્રમ નિયોજીત કરાઇ છે જેમાં મશહૂર ભગત કલાકાર અજમેર થી લવી કમલ ભગત ના મ્યુઝિકલ ભગત નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી ભાષાને જીવંત રાખવાનો છે. હાલમાં લુપ્ત થઈ રહેલી સિંધી ભાષાને બચાવવા અને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે લોકસંગીત કાર્યક્રમ સિંધી ભાષામાં યોજાશે.
આ વર્ષે જામનગર સિંધી સમાજ દ્વારા ચેટીચંડ ની ઉજવણી ના જશ્ન માં રંગેમંચ રંગાયો છે 30 માર્ચ રવિવાર ચેટીચંડ પર્વ પૂર્વે 23 માર્ચ રવિવાર થી જ જામનગર સિંધી સમાજ વેલકમ ચેટીચંડ ની ઉજવણી સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન ચેટીચાંદ નુતનવર્ષની ઘડીને વધાવવા ફ્લોટ્સ તેમજ અન્ય કાર્યક્રમો ની તડામાર તૈયારીઓ છેલ્લા એક મહિનાઓ થી શરૂ કરી દીધી છે ચેટીચંડ ની સમગ્ર સિંધી સમાજ ઉત્સાહ ભેર નવાવર્ષ ની ઉજવણીઓ કરશે.
જામનગર સિંધી સમાજ ની ટીમ તથા એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા સિંધી પરિવારોને વેલકમ ચેટીચંડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે. તેમ એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા અખબાર યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech