પ્રી –મોનસુન એકિટવિટીના ભાગપે આવતીકાલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ઋતુ પરિવર્તનની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી તારીખ ૧૫ સુધી નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા છે.
અરબી સમુદ્રમાં દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરની ઐંચાઈ પર સર્જાયેલા સાયકલોનીક સકર્યુલેશનની અસરના ભાગપે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી વરસાદની શકયતા ઊભી થઈ છે. તો બીજી બાજુ આજે સવારે રાજસ્થાનના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં બીજું એક સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણને અસર થવાની શકયતા છે. ગુવારે રાજકોટમાં ૪૨ સુરેન્દ્રનગરમાં ૪૩ અમરેલીમાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ વડોદરા ભુજ છોટા ઉદેપુર ડીસા ગાંધીનગરમાં પણ ૪૦ થી ૪૨ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ થી ૮૫% આસપાસ નોંધાયું છે અને તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે ભેજ અને બફારો વધવાની ચેતવણી આપવામાં આવી છે. આજે વડોદરા સુરત દ્રારકા ભુજ માં આકાશમાં ભેજવાળા વાદળો છુટાછવાયા જોવા મળ્યા હતા. જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech