દક્ષિણ ગુજરાતથી કેરલ સુધીની દરિયાઈ પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે અને અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં સૌરાષ્ટ્રને સંલગ્ન દરિયાની સપાટીથી 4.5 કીલોમીટરની ઊંચાઈપર સાયકલોનીક સર્ક્યુલેશન છવાયુ છે. આ બંને સિસ્ટમના કારણે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત નવસારી વલસાડ ભરૂચ નર્મદા ડાંગ અને તાપી જિલ્લામાં કાલથી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના અન્ય વિસ્તારોમાં પણ રાજ્યમાં છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ચાલુ રહેશે.
આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગ્રામમાં અઢી ઇંચ વાસદામાં બે ઇંચ ડાંગ જિલ્લાના આહવા અને વધઈમાં બે ઈચ વલસાડ શહેરમાં પોણા બે ઇંચ ખેડા જિલ્લાના કપડવંજમાં પોણા બે ઇંચ વરસાદ થયો છે. 175 માંથી 14 તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે છ થી આઠ ના પ્રથમ બે કલાકમાં પણ 54 તાલુકામાં વરસાદ થયો છે પરંતુ ક્યાંય નોંધપાત્ર નથી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેને સલગ્ન વિસ્તારમાં લો પ્રેસર પણ સર્જાવા પામ્યું છે. આ બંને સિસ્ટમના કારણે દેશના અનેક રાજ્યોમાં પણ આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સીસ્ટમના કારણે દરિયામાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટરની થઈ ગઈ છે અને તેના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech