ધર્મનગરી જૂનાગઢમાં સંતો વચ્ચેનો વિખવાદ ચરમશીમાએ પહોંચ્યો છે. ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરીજીએ ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીજીને એક તારીખ સુધીમાં નહીં હટાવવામાં આવે તો હજારોની સંખ્યામાં સાધુ સંતો ધર્મ પ્રેમીઓને સાથે રાખી ભવનાથ મંદિરનો કબજો લેવાની ચીમકી આપી છે. મહેશ ગીરી બાપુએ ભવનાથ મંદિરના મહંતનો ઓર્ડર તાત્કાલિક રદ કરવા, જુનાગઢ જિલ્લ ા કલેકટરની બદલી કરવા અને અંબાજી મંદિરનો વહીવટ તાત્કાલિક મામલતદાર કે અધિકારીઓને સોમવાર સહિતની ત્રણ માગણીઓ પણ દર્શાવવામાં આવી છે. શનિવારે મહેશ ગીરીબાપુએ ભૂતનાથ મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓના જણાવ્યા મુજબ ગિરનારમાં મોટો થયો છું ગિરનારના સંતોને હેરાન કરવામાં આવશે તો દિવાલ બનીને ઉભો રહીશ. ભવનાથ મંદિરના મહતં મામલે કલેકટરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પહેલાના કલેકટર રચિત રાજને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેઓ દ્રારા હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અગાઉ કેશોદ એરપોર્ટ ખાતે દોઢ વર્ષ પહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીને બ મુલાકાત કરી હતી અને ત્યારે હરિ ગીરીબાપુ સામે રજૂઆત કરવામાં આવી હતી તે સમયે ફરિયાદ કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલ્યું નથી અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી હવે આ મામલે કડક નિર્ણય લેવાનો સમય આવી ગયો હોવાથી ત્રણ માગણીઓ મૂકવામાં આવી છે અને તે માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો આગામી ૧ તારીખે ભવનાથ મંદિરનો કબજો લેવાની પણ ચીમકી આપી હતી
ત્રણ માગણીમાં જિલ્લા કલેકટરની બદલીનો સમાવેશ
મહેશ ગીરી બાપુના જણાવ્યા મુજબ સ્વાર્થના નામે રોટલા શેકવામાં આવી રહ્યા છે તે બધં થવું જોઈએ જેથી જૂનાગઢ અને ગિરનાર ધર્મક્ષેત્રની છાપ ખરડાઈ રહી છે હવે તંત્રને પણ યોગ્ય શીખ મળે તે માટે જિલ્લ ા કલેકટરને પણ બદલવાની માંગ કરી છે આ ઉપરાંત ગિરનાર અંબાજી મંદિર નો તત્રં દ્રારા તાત્કાલિક સંચાલન સંભાળવામાં આવે તેવી પણ માગણી મૂકી છે. મહેશ ગીરી બાપુની ચીમકી બાદ તંત્રમાં પણ દોડધામ થઈ છે આ સાહે જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં હજુ પણ નવાજૂનીના એંધાણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર મામલે ઘીના ઠામમાં ઘી પડે તે માટે રાજકીય અને ધાર્મિક ઓથ હેઠળ સમજાવટના દોર પણ શરૂ થવા લાગ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech