જામનગરમાં હનીટ્રેપના રૂા. ૭.૨૫ લાખ પડાવવાના ગુન્હામાં વોન્ટેડ શખ્સ પકડાયો

  • April 15, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાંથી સ્થાનિક પોલીસે ઝડપી લઇ જામનગર પોલીસને સોંપ્યો

જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂ.૭.૨૫ લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના શખ્સને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે.હનીટ્રેપના આ બનાવમાં પોલીસ બનીને ગયેલો શખ્સ અગાઉ પણ પકડાયો છે, અને વર્ષો અગાઉ માલેતુજાર 'ગે' ને પણ ફસાવી પૈસા પડાવતાં પકડાયો હતો.

સુરત એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરૂમોહમદ અને હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કાપોદ્રા ચાર રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નવુ હિંમતભાઈ ખેરાળા (ઉ.વ.૩૦, રહે.મકાન નં.૧૫૦, ગીતાનગર, સીતાનગર ચોક, પુણાગામ, સુરત. મૂળ રહે.ઘેટી ગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર) ને ઝડપી લીધો હતો.

સુરત એસઓજીએ તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું, કે પોતાના હમવતની મિત્ર હિતેન ચોહાણ અને તેની માતા સંગીતાબેન તેમજકાળભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો, અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગરમાં ખોડીયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે, અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાની છે, તેમ કહેતાં તે સાથે ગયો હતો.

બાદમાં તે હિતેન, રાજુભાઈ, નિતીનભાઈ રબારી તથા અન્ય બે અજાણ્યા શખ્સ સાથે જામનગર ખોડીયાર કોલોનીના એક મકાનમાં ગયો હતો, અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કંઢગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૬ લાખ આંગડીયા મારફતે મંગાવ્યા હતા, અને બીજા રૂ.૧.૨૫ લાખા પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાએ કઢાવ્યા હતા.

જામનગર સીટી સી. પોલીસા સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાથી એસઓજીએ તેનો કબ્જો જામનગર પોલીસને સોંપ્યો હતો. સાડી ઉપર સ્ટોના લગાવવાનું કામ કરતો હિરેન કે જે સુરતના જહાંગીરપુરા અને ચરોલી પોલીસ મથકમાં પણ હનીટ્રેપના ગુનામાં ઝડપાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application