વાંકાનેર: પેસેન્જરોને જોખમી રીતે બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે કાર્યવાહી

  • June 03, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાંકાનેરમાં જોખમી રીતે વાહનોમાં પેસેન્જરો બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
વાંકાનેર સીટી પોલીસ વિવિધ રોડ રસ્તા ઉપર વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હોય આ દરમ્યાન જોખમી રીતે ખચોખચ મોટી સંખ્યામાં માણસો બેસેલ ત્રણ વાહનો મળી આવતા ત્રણેય વાહન ચાલકો સામે આઈપીસી તેમજ મોટર વ્હીકલ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વાહન ચાલકો વેસ્તા ધુમસિંહ દેવકીયા રહે. છોટી ફાટક તા.ભાબરા જી. અલીરાજપુર એમપી, માનસિંહ નુરલા ડાવર ઉ.વ.૩૧ રહે. બોકડીયા તા. ચાંદપુર એમપી અને જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા ઉ.વ.૨૫ રહેે. કાલીખેતા તા.જોબટ એમપીવાળાને પકડી પાડવામાં આવ્યા હતા. 
આ કામગીરીમાં પીઆઈ વી.પી.ગોલ, હેડ કોન્સ્ટેબલ ભોજરાજસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ બાર તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application