લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા ૧૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ બેઠકો પર ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદ, અભિનેતા શત્રુધ્ન સિન્હા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે. આ તબક્કામાં છ કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી, બે ક્રિકેટરો અને એક અભિનેતા સહિત અનેક દિગ્ગજ લોકોનું ભાવિ દાવ પર છે.અખિલેશ યાદવ, અસદુદ્દીન ઓવૈસી, મહત્પઆ મોઈત્રા, ગિરિરાજ સિંહ, અધીર રંજન ચૌધરી, શત્રુધ્ન સિન્હા જેવા દિગ્ગજ નેતાઓની કસોટી થશે.
આ તબક્કામાં ૧૭૧૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. તેમાંથી સૌથી વધુ ૫૨૫ ઉમેદવારો તેલંગાણાના છે. યાં તમામ ૧૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેવી જ રીતે, આંધ્ર પ્રદેશમાં કુલ ૨૫ બેઠકો પર ૪૫૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્ર્રની ૧૧ બેઠકો પર ૨૯૮ ઉમેદવારો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો પર ૧૩૦, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર ૭૫ અને મધ્ય પ્રદેશની આઠ બેઠકો પર ૭૪ ઉમેદવારો મેદાનમાં છે. તે જ સમયે, બિહારની પાંચ બેઠકો પર ૫૫ ઉમેદવારો, ઝારખંડની ચાર બેઠકો પર ૪૫, ઓડિશાની ચાર બેઠકો પર ૩૭ અને જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર ૨૪ ઉમેદવારોએ ચૂંટણી લડી છે.
૯૬ સંસદીય મતવિસ્તારોમાં, ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને વિકલાંગોને ઘરના આરામથી મતદાન કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવ્યો છે. મતદાન અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકોએ પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળી જેવી લઘુત્તમ સુવિધાઓની ખાતરી આપી છે. વૃદ્ધો અને વિકલાંગ વ્યકિતઓ સહિત દરેક મતદાર સરળતાથી પોતાનો મત આપી શકે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. ગરમીનો સામનો કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
કુલ મતદારોમાંથી ૮.૯૭ કરોડ પુષ અને ૮.૭૩ કરોડ મહિલા મતદારો છે. કુલ ૧૭.૭ કરોડ મતદારોમાંથી ૧૨.૪૯ લાખ ૮૫ વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પર નજર રાખવા માટે ૩૬૪ નિરીક્ષકો અને ૪૬૬૧ લાઈંગ સ્કવોડ છે. આ સિવાય ૪૪૩૮ સ્ટેટિક સર્વેલન્સ ટીમો પણ મતવિસ્તારમાં રહેશે. દસ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ મતવિસ્તારોમાં ૧૦૧૬ આંતર–રાય સરહદ અને ૧૨૧ આંતર–રાષ્ટ્ર્રીય સરહદી ચેકપોસ્ટ છે.
બંગાળમાં ફરી હિંસા, ટીએમસી કાર્યકરની બોમ્બ ફેંકી હત્યા
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં પૂર્વ બર્દવાન જિલ્લાના કેતુગ્રામમાં ગઈકાલે રાત્રે બોમ્બથી હત્પમલો કરીને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આ કાર્યકર્તાની ઓળખ મિન્ટુ શેખ તરીકે થઈ છે. મિન્ટુ શેખ પર આ હત્પમલો ત્યારે થયો યારે તે ચૂંટણીનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. ટીએમસી નેતૃત્વએ દાવો કર્યેા છે કે તેમની હત્યા કથિત રીતે સીપીએમ સમર્થિત લોકો દ્રારા કરવામાં આવી હતીજયારે સીપીએમે દાવો કર્યેા છે કે ટીએમસી જૂથના અથડામણને કારણે મિન્ટુ શેખની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે દાવો કર્યેા છે કે આ હત્યા કોઈ જૂની અદાવતના કારણે થઈ છે. મિન્ટુ યારે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તે જ વિસ્તારના કેટલાક લોકોએ લાંબા સમયથી દુશ્મનાવટના કારણે તેને મારવાનો પ્રયાસ કર્યેા હતો. યારે મિન્ટુએ ભાગવાનો પ્રયાસ કર્યેા ત્યારે તેના પર બોમ્બ ફેંકવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech