દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક અને તમિલનાડુની ઇરોડ પૂર્વ બેઠક પર પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીની નજર ત્રીજી ટર્મ પર છે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દિલ્હીમાં વિજયી બનવાની આશા રાખી રહ્યા છે. મિલ્કીપુર બેઠક પર ભાજપ અને સપા વચ્ચે ટક્કર થશે. ૭૦ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૩,૭૬૬ મતદાન મથકો પર મતદાન થશે, જે ૬૯૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન થયું છે જેમાં મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ 12.17 ટકા મતદાન થયું છે.
મતદાન મથકો પર પહોંચી રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી, વિદેશ મંત્રી એસ. જય શંકર, મનીષ સિસોદિયા, મલ્લિકાર્જુન ખડગે સહિતના દીગ્ગજોએ મતદાન કર્યું હતું તેમજ લોકોએ બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
3,000 મતદાન મથકોને સંવેદનશીલ
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળોની 220 કંપનીઓ, દિલ્હી પોલીસના 35,626 કર્મચારીઓ અને 19,000 હોમગાર્ડ્સને તૈનાત કર્યા છે. લગભગ 3,000 મતદાન મથકોને સંવેદનશીલ તરીકે જેહેર કરવામાં આવ્યા છે અને આમાંના કેટલાક સ્થળોએ ડ્રોન સર્વેલન્સ સહિત વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સંવેદનશીલ મતદાન મથકો પર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્વિક રિએક્શન ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 733 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 'ઘરેથી મતદાન કરો' સુવિધા હેઠળ ૭,૫૫૩ મતદારોમાંથી ૬,૯૮૦ મતદારોએ મતદાન કરી દીધું છે.
1.56 કરોડથી વધુ મતદાતાઓ
આજે સવારે 7 વાગ્યાથી દિલ્હીમાં મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો મોટા પ્રમાણમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. આજે 1.56 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ ૭૦ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૩,૭૬૬ મતદાન મથકો પર મતદાન થશે, જે ૬૯૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMટ્રમ્પની યમન યુદ્ધ યોજના લીક ! સંરક્ષણ મંત્રીએ પત્ની અને ભાઈના ગ્રુપમાં મોકલી
April 21, 2025 10:53 AMજી.જી. હોસ્પીટલમાં 500 બેડની સુવિધા વધશેઃ આરોગ્યમંત્રી
April 21, 2025 10:52 AMશૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ લખી શકાશે: * શરતો લાગુ
April 21, 2025 10:51 AMઝામ્બિયામાં 4 કરોડ રૂપિયાના સોના અને 19 કરોડના ડોલર સાથે ભારતીય પકડાયો
April 21, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech