ચૌધરી-વિરાણી હાઈસ્કૂલમાં સરકારી કર્મીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

  • April 29, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન માટેની વ્યવસ્થા ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવેેલ છે. આ કર્મચારીઓએ ફોર્મ 12- ડી ભરીને પોસ્ટલ બેલેટથી ચૂંટણીમાં ભાગ લેવા ચૂંટણી પંચને કરેલી અરજી અન્વયે ફેસીલીટેશન સેન્ટર તૈયાર કરીને તેમનું મતદાન હાથ ધરવામાં આવે છે. જે ઉપક્રમે રાજકોટ સંસદીય મતવિસ્તાર અંતર્ગત આજે સવારે 9 થી 5 દરમ્યાન એ.એસ. ચૌધરી હાઈસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે મતદાન થયું હતું. આવતીકાલે પણ તાલીમ છે અને મતદાન પણ રાખવામાં આવ્યું છે.

શાળામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિવિધ રૂમમાં આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવશ્યક સેવા સાથે સંકળાયેલા સ્ટાફ માટે રૂમ નંબર 3, પોલીસ સ્ટાફ માટે રૂમ નંબર 2 અને અન્ય સ્ટાફ જેવા કે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, રીસિવિંગ- ડીસ્પેચિંગ સ્ટાફ, પોલીંગ સ્ટાફ વગેરે રૂમ નંબર 1 ખાતે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી ફરજમાં રોકાનાર સરકારી કર્મીઓના શરૂ  થયેલા મતદાનમાં વિરાણી હાઇસ્કૂલ તથા ચૌધરી હાઇસ્કુલમાં બેલેટ પેપરથી મતદાન કરવા માટે આજે રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ તેમજ અન્ય વિભાગે પણ મતદાન કર્યું હતું. કેટલાક કર્મચારીઓની આંતરિક બદલીઓ થઇ હોય પરંતુ જે તે સ્થળે તેમના ફોર્મ-12ના ભરાયા બાદ પણ બેલેટ પેપર બદલીના સ્થળે પહોંચ્યા ન હોવાથી આવા કર્મચારીઓને મતદાન મથકે ધકકો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application