આગામી ૭મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન વાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ૧૦૦% મતદાન થાય તેવ આગ પ્રયાસો હા ધરવામાં આવ્યા છે પણ લોકોનો હજુ મતદાન જાગૃતાનો અભાવ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે ૭૫ ઉપલેટા-ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી અધિકારી દ્વારા અવનવા નવતર પ્રયોગ કરી ચૂંટણીને લોકશાહી પર્વ ગણી વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો હા ધરાયા છે. જેમાં જ્યાં ગત ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં પુરુષોની સામેથી ઓનું મતદાન ૧૦% જેવું ઓછું યેલ તેવા વિસ્તારમાં આંગણવાડી ખાતે મતદાન જાગૃતી અંગેના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ગત બન્ને ચૂંટણીમાં ૫૦% કરતાં જે બુ ઉપર ઓછું મતદાન નોંધાયેલ તેવા સ્ળોએ પણ મતદાન વધુ પ્રમાણમાં થાય અને ચૂંટણીને લોકશાહી પર્વ ગણી મતદાન કરવા લોકોને જાગૃત કરાયા હતા. જ્યારે નવા નોંધાયેલા મતદારો માટે મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી, ક્યા ડોક્યુમેન્ટ સો લાવવા, ઈવીએમ મશીનમાં કેવી રીતે મતદાન કરી શકાય તે માટે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં યુવા મતદાર બહોળા પ્રમાણમાં જોડાઈને મતાધિકાર પ્રાપ્ત કરવ્યાનો આનંદ લીધો હતો. આ અંગે ૭૫-ઉપલેટા-ધોરાજી વિધાનસભાના ચૂંટણી અધિકારી મહેશ ધનવાણીએ જણાવેલ કે આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહિવટી તંત્ર દ્વારા ગેસ સિલિન્ડર ઉપર મતદાન જાગૃતિના સ્ટીકરો લગાવ્યા, નવા મતદારો માટે ચુનાવ પાઠશાળા યોજાઈ જ્યાં ઓછુ મતદાન નોંધાયેલ અગાઉ તેવા વિસ્તારોમાં જઈ લોકોને ચૂંટણીને લોકશાહી પર્વની જેમ ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech