વિસાવદર મામલતદાર કચેરીના શૌચાલયોના તાળાં ખોલવા માગ

  • March 29, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા, તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, કલેકટર,પ્રાંત અધિકારી વિગેરેને લેખિતમાં મેઈલ કરી જણાવેલ છે  કે,વિસાવદર મામલતદાર કચેરીના પ્રજા માટે બનાવવામાં આવેલા શૌચાલયોને ઓફિસના અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા તાળા મારી પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગ કરવામાં આવી રહીયો છે. 
વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લ ામાં સૌથી મોટો તાલુકો હોય તાલુકાના ૮૪ જેટલા ગામો તથા ૧૮થી ૨૦ જેટલા નેશોની પબ્લિક અહીં આવતી હોય તેમા કેટલાય વૃદ્ધ , અપંગ, તથા લેડીશો આવતા હોય ત્યારે તેમના ઉપયોગ માટે બનાવવામાં આવેલ શૌચાલયો ને કચેરી તરફથી તાળા લગાવવામાં આવેલ છે તે તાળા તાત્કાલિક અસરથી ખોલી નાખવામાં આવે તેમજ ફરીથી આવા તાળા મારવામાં ન આવે અને તાળા મારનાર કર્મચારી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવા રજુઆત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application