સંમેલનમાં સંતોના આર્શિવચન અને સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠનમંત્રીનું બૌધિક માર્ગદર્શન મળ્યું
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા આ ષષ્ટિ પૂર્તિ વર્ષમાં હિન્દુત્વની જાગૃત્તતા અને ધર્મની જાળવણી અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જીલ્લામાં હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરમાં પણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયુ હતું.
હિન્દુ ધર્મ - સંસ્કૃતિ – પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ 1964 માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી જેને આજે 60 વર્ષ થતાં ષષ્ઠીપૂર્તિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિ.હિ.પ. દ્વારા શ્રધ્ધા કેન્દ્રોની મુક્તિ, લવલેન્ડ જેહાદ વિરૂધ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે પણ 32 દેશોમાં 63 હજાર કરતા વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિ.હિ.પ. એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે.
આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ચતુર્ભૂજદાસજી મહારાજ, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108શ્રી કૃષ્ણમણિજી મહારાજના આશિર્વચનનો લાભ મળ્યો હતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી મુખ્ય વકતા હતા અને મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોએ આ સંમેલનનો લાભ લીધો હતો.
આ તકે સંમેલનમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ,દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ મેયર અમીબેન પરીખ, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી માંથી ભાણજીભાઈ અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા.
આ તકે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી , સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા, માતૃશક્તિ પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત,વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા,જામનગર મહાનગરના અધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, જામનગર ગ્રામ્ય અધ્યક્ષ રમેશભાઈ તારપરા, મહાનગર ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલ્લે, બિમલભાઈ ચોટાઈ, લીરીબેન માડમ, કોષાધ્યક્ષ નિલેશભાઈ વાટલીયા, મંત્રી હેમંતસિંહ જાડેજા , સહમંત્રી રસિકભાઈ અમરેલીયા, ધર્મ-આચાર્ય સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેન ભાઈ રાજાણી, સેવા વિભાગ સંયોજક કિંજલભાઈ કારસરિયા, ધર્મ પ્રસારણ ભરતભાઈ કાનાબાર, અર્ચક પુરોહિત નિરુભા જાડેજા, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ રાવ લંબાટે, માતૃશક્તિ જામનગર મહાનગર સંયોજિકા વર્ષાબેન નંદા, સહસંયોજકા ભગીરથી બેન અજા ,ભાવનાબેન ગઢવી, ભાવનાબેન મણીયાર, અલકાબેન ટંકારીયા, સત્સંગ પ્રમુખ પ્રફુલાબેન અગ્રાવત, રેખાબેન લાખાણી, અંજુબેન, મીનાબેન દવે, ઉષાબેન જોશી ,ધ્રુવીબેન નંદા સહિત માતૃશક્તિ, દુર્ગાવાહિની, અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMયુવકે પલંગને કારમાં ફેરવ્યો, ગાદલું અને ઓશીકું પણ મૂક્યું, જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા!
April 04, 2025 04:37 PMડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ, જાણો તેની વિશેષતા
April 04, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech