અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવાના આવ્યાના મુદે સમગ્ર રાજયનાં પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે જામનગરમાં પણ પટેલ યુવા ગ્રુપ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને અમરેલીની ઘટના અંગે આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સંબોધીને લખેલા આવેદનપત્રમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સરઘસ કાઢવાના મુદે રોષ વ્યકત કરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદાકીય પગલા લેવાની માંગણી કરી હતી, આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પણ સાથે જોડાઇ હતી.
પટેલ યુવા ગ્રુપ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં અમરેલી જિલ્લામાં સ્થાનિક કક્ષાએ ભાજપના અંદરોઅંદરનાં ડખ્ખાના કારણે પાર્ટીમાં લેટરકાંડ થયેલ જે પૈકી પાટીદાર સમાજની એક દીકરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી તેમણે પોતાના માલિકનાં કહેવા પ્રમાણે ટાઇપીંગનું કામ કરતી હોય, આ ઘટનામાં પણ તેમના માલિકનાં કહેવા પ્રમાણે તેમણે લેટર ટાઇપ કરેલ હોય જેમાં આ દીકરીનું ઇરાદો કોઇને બદનામ કરવાનો ન હતો. આમ છતાં આ નિર્દોષ દીકરીને લેટર કાંડમાં ખોટી રીતે આરોપી બનાવીને રાત્રે બાર વાગ્યે કાયદા વિરુદ્ધ જઇને પોલીસે ધરપકડ કરી અમરેલી શહેરમાં દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને રાજકીય નેતાઓ અને પોલીસ પોતાનો અહં સંતોષી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
જયારે બીજી તરફ રાજયમાં અનેક ગંભીર કૃત્યો કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, આવા ગુનેગારોને પકડીને કાયદાનો પાઠ ભણાવવાના બદલે આ નિર્દોષ દીકરી ઉપર આવો અત્યાચાર શા માટે ?
બંધારણની જોગવાઇ અને કાયદા મુજબ જયારે એક મહિલા આરોપી હોય ત્યારે તેમની ધરપકડ રાત્રીનાં સમયે ના કરવી જોઇએ. આરોપી મહિલા હોય તો તેમના ફોટા અને વીડીયો વાઇરલ ન કરવા જોઇએ. તેમજ તેમના ઉપર લાગેલા આરોપી જયાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તેમની ઓળખાણ જાહેર ન કરવાની કાયદામાં જોગવાઇ છે તો આ બાબતે યોગ્ય તપાસ કરી દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી છે.
આ આખા કાંડમાં દીકરી નિર્દોષ છે જેથી કરીને દીકરીનું નામ ફરીયાદમાંથી દુર કરવામાં આવે તેમજ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા સત્વરે સ્વમાનભેર દીકરીને જેલમુકત કરવામાં આવે. કાયદાથી વિરુદ્ધ જઇ પોતાની મરજી મુજબ મનમાની કરી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેમજ વહેલી તકે ન્યાયીક તપાસ કરી દીકરી સ્વમાનભેર નિર્દોષ જાહેર થાય તે માટે તાકીદે પગલા ભરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech