ભારતના પ્રહારના વળતા જવાબમાં પાકિસ્તાન દ્રારા થઈ રહેલા હત્પમલાઓને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લ ાના સરહદી વિસ્તારના અમુક ગામો ખાલી કરાવવામાં આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. સરહદી વિસ્તારના ગામના લોકોને કચ્છના જિલ્લ ા મથક ભુજમાં અલગ અલગ સ્થળોએ રાખવામાં આવેલ છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય સરહદી જિલ્લ ાના ગામોમાં પણ જો જરૂર પડશે તો તે ખાલી કરાવાશે. આ માટે વહીવટી તંત્રને ઈવેકયુએશન પ્લાન તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
પાકિસ્તાન વિદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે. પરિણામે ભારત પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિ છે સરહદી જિલ્લ ામાં ભયની સ્થિતિ હોય ત્યાં વસવાટ કરનાર નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ નિદર્શન કરવાનું રહેશે અને નાગરિકોએ કોઈ ચિંતા કરવા જેવી સ્થિતિ નથી. સરહદી જિલ્લ ાના વહીવટી તંત્રને તાત્કાલિક ઇવેકયુએશન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
સીમાઓ પર લશ્કરી દળ તેના કારણે ભારતે સીમાડા સુરક્ષિત રાખવાના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે તેવા સંજોગોમાં જો સ્થિતિ વણશે તો સરહદી વિસ્તારના ગામો ખાલી કરાવવામાં આવશે આ માટે ઈવેકયુએશન પ્લાન કાર્યરત કરીને નાગરિક સંરક્ષણ કરવા વહીવટી તત્રં સજજ બની ચૂકયું છે.
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લ ાઓની સ્થિતિ પર રાય સરકાર સંપૂર્ણ નિરીક્ષણ અને નિયંત્રણ રાખી રહી છે આ સિવાય સશક્ર દળ સંબંધી જિલ્લ ા વહીવટી તત્રં સાથે સંકલનમાં છે દરમિયાન મળતી જાણકારી મુજબ સરકારના સચિવો પોતાના પ્રભારી જિલ્લ ાની સ્થિતિને નિયંત્રિત રાખવા માટે સંકલન શ કરી દીધું છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરહદી જિલ્લ ામાં સમીક્ષા કરવાની સાથે નાગરિક સંરક્ષણની સભ્યતા સુરક્ષિત સ્થાનો શેફ હાઉસની ઓળખ તેમજ ખોરાક પાણી અને અન્ય સંસાધનોની પર્યા ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી સંવેદનશીલ વિસ્તાર અને ઓળખી અને લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી રહી છે.
સરહદી વિસ્તારના ગામોમાં કોઈ સંદિગ્ધ ગતિવિધિ કે શંકાસ્પદ વસ્તુ કે વ્યકિતની માહિતી મળે તો નાગરિકોએ સંબંધિત તંત્રને જાણ કરવા જણાવાયું છે જેની માહિતી મળીએ જિલ્લ ા કે તાલુકા તત્રં તાત્કાલિક કાર્યવાહી કરવા અર્ધલશ્કરી દળોને જાણકારી આપવાની રહેશે આ ઉપરાંત આર્મી એરફોર્સની કોસ્ટ ગાર્ડ બીએસએફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ જર પ્રમાણે યોગ્ય સહયોગ આપવા સરકારી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech