રાજપુત સમાજ દ્વારા ચંદ્રસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ કરી, શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું,અસુરી શક્તિઓ પર વિજયના પર્વ વિજયાદશમી નિમિતે ધ્રોલ રાજપુત સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં પરંપરાગત પોષાકમાં ઉમટી પડી શહેરના મુખ્ય માર્ગો પર બાઇક તેમજ કાર રેલી યોજી હતી. ગાંધી ચોક તેમજ દરબાર ગઢ ખાતે ધ્રોલ ઠાકોર ચંદ્રસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધી કરી દરબાર ગઢ ખાતે શસ્ત્ર પુજન કર્યું હતું.
ધ્રોલમાં હરધોલ રાજપુત સમાજ, રાજપુત યુવા શક્તિ ગ્રુપ, કરણી સેના અને અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા વિજયાદશમીનાં વિજયનાં પર્વ નિમિતે વિશાળ સંખ્યામાં હરધ્રોલ ભાયાતનાં રાજપુતો ઉપસ્થિત રહ્યા હતાં. ધ્રોલના દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતેથી હાઇવે રોડ, ગાંધી ચોકથી દરબાર ગઢ સુધી આગળ ઘોડે સવારો સાથે વિશાળ બાઇક અને કાર રેલી યોજી હતી. તેમાં મોટી સંખ્યામાં રાજપુત યુવાનો જોડાયા હતા. ગાંધી ચોક તેમજ દરબાર ગઢ ખાતે ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ત્યારબાદ ધ્રોલનાં દરબાર ગઢ ખાતે આવેલ આશાપુરા માતાજીનાં મંદીર ખાતે મોટી સંખ્યામાં શસ્ત્રપુજન કરવા ધ્રોલ શહેર તથા આજુબાજુનાં ગામો માંથી વિશાળ સંખ્યામાં ક્ષત્રીય વડીલો, યુવાનો અને બાળકો ઉમટી પડયા હતાં. ત્યાં વિદ્વાન ભુદેવો દ્વારા ક્ષત્રીયોને શાસ્ત્રોકત વિધાન મુજબ શસ્ત્રપુજન કરાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application