આગામી તા.૧૨-૧૦-૨૦૨૪ ના રોજ ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત આશુરી શક્તિનું દહન એટલે વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન આ વર્ષે પણ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સતત અગિયારમી વાર યોજાશે.
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત આશુરી શક્તિનું દહન એટલે "વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન કાર્યક્રમ આગામી તા:૧૨-૧૦-૨૦૨૪ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમની તૈયારી ઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ૧૧ વર્ષથી સતત "વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન" કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન જીતુ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવે છે. પોતાના મતવિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીક માંજ આ ધાર્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવે છે. આ કાર્યક્રમમાં આગ્રા (ઉતરપ્રદેશ) થી આવતા કારીગરો દ્વારા રાવણ-કુંભકર્ણ- મેઘનાથ ના પ્રતિકારત્મક પુતળા સ્વરૂપની તેયારીઓ શરુ છે.
આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધોગપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા બજરંગ વિકાસ સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવે છે કે વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન કાર્યક્રમની વ્યવસ્થા પૂર્ણાહુતિના આરે છે. આ પ્રસંગે નગરજનોને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech