ડીવાયએસી, એલસીબી અને એસઓજી દ્વારા તપાસ: કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ કરી દારુની મહેફિલ માણી હતી: વીડિયો વાયરલ થયા બાદ જેલ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં: અમારી જેલનો વિડીયો હોય તેવું સ્પષ્ટ થતું નથી: જેલ અધિક્ષક બાબરીયા
મોરબી સબ જેલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામ લાઈવ ચાલુ કરી દારૂની મહેફિલ માણી હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો, મોરબી જેલમાં બંધ જામનગરના આરોપીના કથીત અલગ અલગ બે વિડીયો સામે આવતા જેલ પ્રશાસન અને પોલીસમાં દોડધામ મચી ગઇ છે. વાયરલ થયેલા વિડીયોમાં જામનગરનો શખ્સ દારુ પીતો હોય તેવું જોવા મળે છે, બીજી તરફ આ મામલે સધન તપાસ ચલાવવામાં આવી રહી છે. વાયરલ વિડીયો બાબતે પ્રાથમિક તપાસમાં અમારી જેલનો વિડીયો હોય તેવું સ્પષ્ટ થતુ નથી, તપાસ બાદ સત્ય સામે આવશે તેમ મોરબી જીલ્લા જેલના અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સબ જેલમાં કાચા કામનો કેદી બાબુ દેવા કનારા જેલમાંથી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. આ દરમિયાન તેના હાથમાં દારૂ જેવું દેખાતું પ્રવાહી પણ હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેને પગલે જેલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીએ પણ તપાસમાં ઝુકાવ્યું છે. પોલીસ અધિકારીઓએ જેલ ખાતે દોડી જઈને તપાસ શરૂ કરી હતી.
ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું કે પોલીસની ત્રણ ટિમો બનાવી આખી જેલનું સર્ચ કરાયું છે. જેમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. વીડિયોમાં દેખાતી માહીતી મેચ થતી નથી. કેદી પાસેથી પણ કોઈ વસ્તુ પણ મળી નથી. અગાઉ પાકિસ્તાની નાગરિક જે ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. તે પણ મોરબી સબ જેલમાં છે. કેદી બાબુ દેવા કનારા હાઈ સિક્યુરિટી ઝોનમાં છે. પાકિસ્તાની નાગરિક સાદી સેલમાં છે.આ વીડિયો અન્ય જગ્યાનો છે. લોકેશન સેમ જણાતું નથી.
બીજી તરફ જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યું કે આ કેદી 15 ઓગસ્ટથી પાલારા જેલથી અહીં મોકલાયેલ છે. ડીવાયએસપી દ્વારા સઘન ઝડતી કરવામાં આવી છે. ત્રણ કલાકની તપાસમાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળી આવેલ નથી. 11 દિવસ પહેલા ચાર્જ લીધો છે. અગાઉ માવા પકડાયા હતા. ત્યારબાદ મને અહીં પોસ્ટિંગ અપાયુ છે. હાલ અહીં ઘણા સુધારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. જે વીડિયો વાયરલ થયો છે. તેમાં બે કેદી છે. જે બન્ને અહીં અલગ અલગ વિભાગમાં છે. એટલે આ જેલનો વિડીયો હોવાનું શક્ય નથી. બન્ને આરોપીએ ભુજમાં સાથે નાસ્તા-પાણી કરતા હોવાનું કબૂલ કર્યું છે.
વધુમાં જેલ અધિક્ષકે જણાવ્યું કે વાયરલ વિડીયોમાં કેદીને દાઢી નથી. અત્યારે ઘણી મોટી દાઢી છે. એકાદ મહિનામાં આટલી મોટી દાઢી ન થાય. આ વીડિયો અંદાજે એકાદ- બે મહિના પહેલાનો હોવાનું મારું માનવુ છે. પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવેલ જેલનું સ્ટ્રક્ચર એક સરખું હોય છે. એટલે પાછળનું લોકેશન કયાનું છે એ કહી ન શકાય.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ જામનગરનો કાચા કામનો કેદી બાબુ કનારા અગાઉ પેરોલ જમ્પ કરી ગયો હતો અલગ અલગ જીલ્લાની જેલમાં રહયો હતો અને ભુજની પાલારા જેલમાં હતો ત્યાથી તેને મોરબી જેલમાં શીફટ કરવામાં આવ્યો છે. આથી ઉપરોકત વાયરલ વિડીયો અગાઉની કોઇ જેલનો છે કે મોરબીનો એ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે તપાસ બાદ સત્ય વિગતો સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech